પૃષ્ઠ:Doshimani Vato.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ભાભી કહે, ‘‘એક લૂગડું ઘટે છે. રાંડ! તેં જ ચોરી લીધું હશે. જા, લઈને આવજે. વળી સોનબાઈ નદીકાંઠે ગઈ. બગલાંને બધી વાત કહી. બગલાં કહે, ‘‘ભાઈઓ, તપાસો પોતપોતાની પાંખ’. એક બુઢા બગલાની પાંખમાં લૂગડું ભરાઈ રહેલું એ લઈને સોનબાઈ ઘેર ગઈ. ભાભીઓએ દાંત ભીંસ્યા. પાંચમો દિવસ થયો. ભાઈઓ કામે ગયા. સોનબાઈને ચોથી ભાભી કહે કે, “જાઓ, વગડામાંથી છાણાં લાકડાંનો ભારો લઈ આવો’’. સોનબાઈ કહે: ‘‘ભાભી, ભારો બાંધવા દોરી દેશો? ભાભીએ દોરી દીધી નહીં. વગડામાં બેસીને સોનબાઈ આંસુ પાડે છે ત્યાં એક મોટો સ૨૫ આવ્યો. સ૨૫ કહે: “નાની બહેન, ૨ડે છે શું કામ?’’ સોનબાઈ કહે: ‘‘ભાભીએ દોરી નથી દીધી. ભારો શી રીતે બાંધું?’’ સ૨૫ કહેઃ “બહેન, તારા ભારાને હું વીંટળાઈ જઈશ. તું ઘેરે જઈને ધીરે ધીરે ભારો નીચે મેલજે, એટલે મને વાગશે નહીં.” સર૫ની દોરડી કરીને સોનબાઈ ઘરે ભારો લઈ ગઈ. ભાભીએ દાંત ભીંસ્યા. ભાભીઓની દાઝ તો મટી નહીં. એ તો રોજ રોજ પોતાના ધણીના કાન ભંભેર્યા કરે, સોનબાઈનાં વાંકાં બોલ્યા કરે. એમ કરતાં કરતાં ભાઈઓને પણ સોનબાઈ ઉ૫૨ ખીજ ચડવા માંડી. ભાઈઓ વારે વારે સોનબાઈને વઢવા લાગ્યા. એક દિવસ સોનબાઈને નહાવું હતું. એનાં બધાંય લૂગડાં ફાટી ગયેલાં. નવાં લૂગડાં માગે તો ભાભીઓ કહે કે, “ડામ લે’’. સોનબાઈ બહુ જ રોઈ, એટલે પાંચમી ભાભીએ પોતાની એક ચૂંદડી દીધી ને કહ્યું કે, “રાંડ! જો આ ચૂંદડીને જરીકે ડાઘ પડશે તો જીવ કાઢી નાખીશ'. સોનબાઈ કહે: “ભાભી, હું ખૂબ સાચવીને રાખીશ.’’ સોનબાઈ નહાવા બેઠી, એટલે ભાભીએ એ ચૂંદડી ઉપર છાનામાના તેલના છાંટા છાંટ્યા. નહાઈને સોનબાઈ જ્યાં જુએ ત્યાં તો ચૂંદડી ઉપર તેલના ડાઘા! રોતી રોતી એ બિચારી ભાભીની પાસે આવી. ભાભીએ બધી વાત ભાઈને કહી. ભાભી બોલ્યાં, “આ રાંડને નહીં મારી નાખો તો અમે ગળે ફાંસો ખાઈને મરશું.’’ ભાઈઓને ખીજ ચડી, એણે સોનબાઈને મારી નાખી. ભાભીએ એ ચૂંદડી સોનબાઈના લોહીમાં રંગી. પછી ભાઈઓ જઈને સોનબાઈને દાટી આવ્યા. પણ સોનબાઈનો પાળેલો એક કૂતરો હતો. કૂતરો રોજ રોતો રોતો સોનબાઈને દાટેલી હતી તે જગ્યાએ જાય; એને મારે તોય કૂતરો ત્યાં ગયા વિના ન રહે. ભાભીઓના મનમાં થયું કે આ કૂતરો બધી વાત કહી દેશે. પછી કૂતરાને પણ મારી નાખીને ભાભીઓએ સોનબાઈની જોડે દાઢ્યો. ડોશીમાની વાતો

21

ડોશીમાની વાતો
૨૧