પૃષ્ઠ:Doshimani Vato.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

તરત જ બહેને ભાઈનો ખોબો ઢોલી નાખ્યો. એ બોલ્યો કે હો બીજે કણે કાળી પીવા નહીં દે તો હું મરી જઈશ', થોડે આવે જાય ત્યાં ગીજું કશું આવ્યું છે જે પાણી ચક ચક કરી રહ્યું છે. બહેન કાન માંડીને સાંભળે ત્યાં તો કાનું પાણી વે છે કે પીશો મા, હરણ બની જશો'. બહેન બિચારી ના પાડવા જાય ત્યાં તો બધ ભરીને પી ગયો; પીધું કે તરત હરણનું બચ્ચું બની ગયો. બહેન બિચારી ખૂબ રોવા લાગી. પણ રોવાથી શું વળે? પોતાની ડોકમાંથી ઘ હાંસડી કાઢીને એણે હરણની ડોકે પહેરાવી દીધી. પછી ઘાસની લાંબી લાંબી સળી લઈને એક દોરડું ગૂંછ્યું. દોરડું હરણને ગળે બાંધીને દોરતી દોરતી ચાલી. રૂપાળ આમ કરતાં કેટલેય આઘે ગઈ. ત્યાં જોયું તો ઘાસ અને પાંદડાંનું એક ઘર હતું. પોતાના હરણભાઈને લઈને બહેન એ ઘરમાં રહેવા લાગી. વનમાંથી રોજ કૂણાં કૂણાં પાંદડાં લાવીને હરણની પથારી કરે. કૂણું ઘાસ લાવીને હરણને ખવરાવે, અને રાતે હરણની પીઠ ઉપર પોતાનું માથું રાખીને સૂઈ જાય. એમ કરતાં કરતાં ઘણા દિવસો વીત્યા. એક દિવસ વનમાં ડંકા ને નગારાં વાગ્યાં, નિશાન દેખાયાં. અને એક ઘોડા ઉપર ચડીને રાજાનો કુંવર શિકાર કરવા આવ્યો. નગારાં સાંભળીને હરણ બોલ્યું, “બહેન, હું રાજાના કુંવરને જોવા જાઉં?’’ બહેન કહે, ‘‘ભલે જા. પણ હુશિયાર રહેજે હો! પાછો આવ ને, ત્યારે કમાડ ખખડાવજે, ને કહેજે કે, નાની બહેન, કમાડ ઉઘાડો, નહીં તો હું કમાડ નહીં ઉઘાડું, હો !, હરણ કહે, ‘‘હો!’’ એમ કહીને હ૨ણ રાજકુંવરને જોવા ગયો. રાજકુંવરે જોયું ત્યાં તો એક રૂપાળું હરણ ચાલ્યું જાય છે, ને એના ગળામાં રૂપાની હાંસડી ચળકે છે. રાજાના માણસો પણ જોઈ રહ્યા. પણ જોતજોતામાં તો હરણ ક્યાંય સંતાઈ ગયું. કોઈ એને ગોતી શક્યું નહીં બીજે દિવસે પણ નગારાં સાંભળીને હરણ જોવા ગયું, રાજાએ માણસો દોડાવ્યાં. હરણ તો છલંગ મારતું ભાગ્યું. માણસ કાંઈ હરણને ઝાલી શકે? માણસોએ તીર ફેંક્યાં હરણના પગમાં તીર વાગ્યું. લોહી નીકળવા માંડ્યું. તોય હરણ હાથમાં ન આવ્યું. આખો દિવસ દોડાદોડઃ આગળ હરણ, ને પાછળ રાજાનાં માણસો. સાંજ પડી ત્યાં હરણ પોતાના ઘર આગળ આવ્યું અને બોલ્યું કે “નાની બહેન, કમાડ ઉઘાડ”, ત્યાં તો કમાડ ઊઘડ્યું; હરણ ઘરમાં ગયું કે કમાડ પાછું બંધ થઈ ગયું. કોણે ઉઘાડવું, કોણે બંધ કર્યું, એ કંઈ રાજાજીના માણસો ન સમજ્યાં. 24 માણસોએ રાજકુંવરની પાસે જઈ બધી વાત કરી. રાજકુંવરને બહુ નવાઈ લાગી. એ કહે: “કાલે હું જઈને તપાસ કરીશ. તમે કોઈ એને તીર મારશો મા’. હરણ ઘરમાં ગયું, એટલે બહેને એના પગ ઉપરથી લોહી ધોઈ નાખ્યું, ને એને પાંદડાંના સુંવાળા બિછાના ઉપર સુવાડી દીધું. હરણ નિરાંતે ઊંઘી ગયું.

લોકકથા સંચય

ડોશીમાની વાતો
૨૪