પૃષ્ઠ:Doshimani Vato.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

બીજે દિવસે સવાર પડી ત્યાં તો રાજકુંવરની શરણાઈ વાગી. હરણ તો તૈયાર થયું, પણ બહેન બોલી, “ના, ભાઈ, કાલ તને તીર માર્યુતું, આજ તને મારી નાખે તો ?' હરણ બોલ્યું: “ના, બહેન! આજે હું બરાબર હોશિયાર રહીશ. બાપુ છો ને, મારી બહેન છો ને, મને આજનો દિવસ જવા દે. તારે પગે પડું.' બહેન બિચારી ભોળવાઈ ગઈ. એણે ભાઈને રજા દીધી. એણે જોયું તો રાજકુંવર પોતે જ એની પાછળ પડ્યો. આખો દિવસ બેય જણા દોડ્યા જ કરે. સાંજ પડ્યા પહેલાં થોડેક વખતે પેલું ઘ૨ રાજકુંવરને દેખાયું, એટલે એણે હરણને આઘેથી છોડી દીધું, ને પોતે એ ઘર આગળ ગયો. કમાડ ખખડાવીને રાજકુંવર બોલ્યો કે “નાની બહેન, કમાડ ઉઘાડને ૨ ] 08 MEG. કમાડ ઊઘડ્યું. ઘ૨માં જાય ત્યાં તો રાજકુંવરે હરણની બહેનને જોઈ. આવી રૂપાળી છોકરી એણે કદી નહોતી દેખી. છોકરીને પહેલવહેલાં તો રાજકુંવરને જોતાં બહુ જ બીક લાગી. પણ રાજકુંવર એની સાથે મીઠી મીઠી વાતો કરવા લાગ્યો. એ બોલ્યો, ‘‘ચાલ, હું તને મારા રાજમાં લઈ જઉં. ત્યાં જઈને તને મારી રાણી બનાવીશ. તું આવીશ?’’ છોડી કહે: ‘મારા હરણને મેલીને હું કેમ આવું?’’ રાજકુંવર કહે: ‘હરણનેય સાથે લઈ જશું'. છોડી કહે: “તો ભલે'. G! 78958 2} 24° – સાંજ પડી. હરણ આવ્યું. પછી રાજકુંવર એ બેઉને લઈને પોતાના રાજમાં ત્યાં ખૂબ ધામધૂમ કરીને રાજકુંવર એ છોકરીને પરણ્યો. ગયો. & પછી રાજમહેલમાં બેઉ ભાઈ–બહેન બહુ સુખમાં રહેતાં હતાં. થોડા મહિના થયા ત્યાં તો રાણીને એક રૂપાળો દીકરો અવતર્યો. રાજકુંવર તે વખતે રાજમાં ન હતો. શિકારે ગયેલો. એટલામાં એવું થયું કે આ ભાઈ–બહેનની નવી માને બધી વાતની ખબર પડી ગઈ. એના મનમાં બહુ અદેખાઈ આવી. એને એક દીકરી હતી, એ બરાબર આ રાણીના જેવડી લાગતી. માના મનમાં થયું કે મારી દીકરીને રાણી બનાવી દઉં. મા-દીકરી એ નગરીમાં આવ્યાં. બંનેએ પોતાનાં રૂપ બદલી નાખ્યાં. પછી બેઉ જણાં દરબારગઢમાં જઈને દાસીની નોકરી કરવા લાગ્યાં. બિચારી રાણીને તો દયા આવી એટલે બંનેને રાખ્યાં. એક દિવસ રાતે જ્યારે બધાં ઊંઘતાં હતાં ત્યારે એ રાંડ ડાકણે રાણીને મંત્ર મારીને હંસણી બનાવી બગીચાના તળાવમાં નાખી દીધી, અને પોતાની દીકરીને રાણીનો શણગાર પહેરાવી પથારીમાં સુવાડી દીધી. રાજાજી શિકારેથી પાછા આવ્યા, એણે સાંભળ્યું કે કુંવર અવતર્યાં. બહુ ખુશી થઈને તે રાજમહેલમાં ગયા. ત્યાં પેલી ડાકણ આવીને બોલી કે હમણાં રાણીને ઓરડે જાશો મા. એને ઠીક નથી. વૈધે કોઈને જવાની ના પાડી છે.' રાજાજી બિચારા સમજ્યા કે વાત સાચી હશે. ડોશીમાની વાતો

25

ડોશીમાની વાતો
૨૫