પૃષ્ઠ:Doshimani Vato.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


નિર્દય અપ્સરા

નાનું સરખું એક શહેર, અને તેમાં એક રૂપાળો રાજમહેલ. પૂનમનો દિવસ હતો. મધરાત જામી હતી. તે વખતે એ રાજમહેલની ઉપર આકાશમાં એક વિમાન આંટા મારતું હતું. દેવલોકની એ અપ્સરા એ વિમાનમાં બેસીને ઈંદ્રરાજાની કચેરીમાં જતી હતી. જતાં જતાં આ શહેર ઉપર વિમાન આવ્યું. અપ્સરાએ આઘેથી જોયું. રાજા અને રાણી


એ વિમાનની અંદર ટોકરીઓના ઝંકાર થતા હતા. કોનું એ વિમાન? કેમ ત્યાં યંગ્યું હતું? રાજમહેલની અગાસીમાં સૂતાં હતાં. ઓહો! મૃત્યુલોકની અંદર આવાં સુખી માનવી રહેતાં હશે? આ રાજા-રાણી કેવી મીઠી નીંદરમાં પોઢ્યાં છે! હાય! હું અપ્સરા, પણ આવું સુખ મારા નસીબમાં ક્યાંથી હોય? આવું આવું એ અપ્સરાના મનમાં થવા લાગ્યું. એનાં મનમાં રાણીના સુખની અદેખાઈ આવી. તુરત જ એણે વિમાનને અગાશી ઉપર ઉતાર્યું અને રાજાને ઊંઘમાં ને ઊંઘમાં ઉપાડી લીધો. રાણીને એકલી મૂકીને વિમાન આકાશમાં ઊડ્યું. સવાર પડ્યું. રાણી જાગી. જુએ તો રાજા ન મળે. રાજા બહાર ગયા હશે! દરબારમાં ગયા હશે! એમ વાટ જોતાં જોતાં બપોર થયા. સાંજ પડી. પણ રાજાજી આવ્યા નહીં રાણીના પેટમાં ફાળ પડી. દસેય દિશામાં માણસો દોડાવ્યા. પણ રાજાનો પત્તો મળે નહીં ઘણા દિવસ વાટ જોઈને રાણી ચાલી નીકળી. સાથે કોઈ માણસ નહીં, ક્યાં જવું તે તો ખબર નહોતી. ડુંગરા વટાવ્યા, વનેવન વીધ્યાં, નદી-તળાવ જોયાં. ઝાડવે ઝાડવે તપાસ કરતી જાય કે ક્યાંય રાજા મળે! એમ કરતાં કરતાં એક અઘોર જંગલ આવ્યું. ત્યાં કોઈ માણસ ન મળે. એ જંગલની અંદર એક ઊંચો ઊંચો કોઠો. કોઠાના દરવાજા બંધ. અને ઉપર ચઢાય એવું ક્યાંય નહોતું, પણ કોઠાની દીવાલ ઉપર ઝાડના વેલા ચડેલા એ વાત રાણીને યાદ આવી. વેલાને ઝાલીને રાણી ધીરે ધીરે ચડવા લાગી. વચમાં એમ થાય કે જાણે હમણાં વેલો તૂટશે! નીચે નજર 38 લોકકથા સંચય