પૃષ્ઠ:Doshimani Vato.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઉપર પણ મોહ્યો નહીં! વાહ રે મારા પતિ!' આખી રાત રાણીએ છાનીમાની આ વાતો સાંભળી. પોતાના સ્વામીનું દુખ જોઈન એનું હૈયું ફાટી જતું હતું. એના મનમાં થયું કે ‘ઓહો! કેવો મારા પિતનો પ્રેમ સમ પછી દિવસ આથમ્યો એટલે રાણી સાતમા ઓરડામાં ગઈ. રાજાને ઉઠાવો ગી રીતે? શ૨ી૨ ઉપર હાથ ફેરવતાં એના પગના અંગૂઠા ઉપર કાળો દોરો જોયો, રાણીએ દોરો છોડ્યો. તુરત જ રાજા જાગ્યો અને રાણી સામે જોઈ રહ્યો. પણ ઘણા દિવસની ભૂખને લીધે એને બરાબર દેખાયું નહીં. રાણી કહે, “ઓળખો છો?’’ રાજાએ રાણીનો સાદ ઓળખ્યો. બેઉ જણાં ભેટી પડ્યાં. રાજા રાણીને કહે કે ‘‘વહાલી રાણી! તમે આંહીંથી ભાગી જાઓ. અપ્સરા તમને મારી નાખશે. મારી આશા રાખશો નહીં.’ રાણી કહે, “મરીશ તો તમારી પાસે જ મરીશ. તમને સાથે લીધા વગ૨ આંહીંથી નથી ખસવાની’’. રાજા કહે, “રાણીજી, હું શી રીતે આવું? મારા શરીરમાં જોર નથી. આટલા દિવસ થયા મને ખવરાવ્યું નથી. આ કોઠા ઉપરથી કેમ નીચે ઊતરાય?’’ રાણી બોલી, “તમને હું ખાવાનું આપું. હમણાં થોડા દિવસ તમે ખાઓ-પીઓ તમારા શરીરમાં જોર આવશે ત્યારે આપણે ભાગી જશું. પણ હું એકલી તો હવે જઈ રહી’. 40 પછી રાણીએ પહેલા ઓરડામાંથી મેવો ને મીઠાઈ આણ્યાં. રાજાને ખવડાવ્યાં. સાંજ પડી, વિમાન ગાજ્યું, દીવા પ્રગટ થયા, એટલે રાજાને પગે દોરો બાંધીને રાણી સંતાઈ ગઈ. આવી રીતે રોજ સાંજરે અપ્સરા આવે ને પહેલે દિવસે જેમ કર્યું હતું તે પ્રમાણે કરે. પણ રાજા તો એકનો બે થાય જ નહીં. એટલે અપ્સરા એને મૂર્છામાં નાખીને સવારે પાછી ચાલી જાય. અને સવાર પડે કે તુરત રાણી રાજા પાસે આવે, ખવરાવે, પીવરાવે ને આનંદ કરાવે. સાંજે પાછી સંતાઈ જાય. એમ કરતાં થોડા દિવસ વીત્યા. અપ્સરાએ જોયું કે આ રાજાના શરીરમાં હવે નવું જોર આવતું જાય છે. આમાં કાંઈક ભેદ હશે. ગમે તેમ હોય પણ રાજાને ક્યાંકથી ખાવાનું પહોંચે છે! અપ્સરા બરાબર તપાસ રાખવા લાગી. રાજાને તો હવે દિવસનો આરામ નથી મળતો. રાત આખી પણ જાગવું પડે છે. દિવસે રાણી જગાડે ને રાતે અપ્સરા જગાડે. એવા થાકથી એક દિવસ રાતે રાજાને ઝોલું આવી ગયું અને તુરત જ અપ્સરા ચેતી ગઈ. એના મનમાં થયું કે નક્કી અહીં કોઈ માનવી રહે છે. સવાર પડ્યું કે તરત રાજાને પગે દોરો બાંધીને વિમાનમાં નાખ્યો અને ઘ૨૨૨ !

લોકકથા સંચય

૪૦
લોકકથા સંચય૪૦