પૃષ્ઠ:Doshimani Vato.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

હરામુખી બીતી બીતી બોલી કે ‘ભલે!’ રાજી થઈને સિંહ વાર્તા કહેવા લાગ્યો. બહુ જ મજાની વાર્તા. સિંહની મીઠી મીી બોલી સાંભળે ત્યારે હમસુખીને બહુ હેત આવે. પણ સિંહના મોઢા સામે જુએ ત્યાં હસમુખી બી મરે. સિંહ થોડીક વાતો કરીને ચાલ્યો ગયો. પછી તો રોજ સાંજે આવીને સિંહ વાર્તા કરે. ધીરે ધીરે હસમુખીની બીક ઓછી થઈ. એને લાગ્યું કે સિંહનું મોં ભલે ખરાબ હોય, પણ એનું મન બહુ જ પ્રેમાળ લાગે છે. એક વાર સિંહ કહે કે મારી સાથે પરણીશ?’ ચાલ્યો ગયો. હસમુખી તો આ સાંભળીને ધ્રુસકે ધ્રુસકે રોવા લાગી. બિચારો સિંહ દિલગીર થઈને હસમુખીને એક દિવસ સ્વપ્ન આવ્યું કે પોતાને ઘેર એના બાપુ બહુ માંદા છે. એને બહુ જ શોક થયો. સાંજે સિંહને એણે વાત કરી. સિંહ કહે, ‘લે આ ગુલાબ. હાથમાં રાખીને તારા ઘરનું ચિંતવન કરજે. જલદી આવજે, હો! તારા વિના મારા દિવસ કેમ જાશે?’ હસમુખી કહે, ‘હું આઠ દિવસમાં જ આવીશ’. બીજે દિવસે એ ઘેર પહોંચી. ખરેખર એના બાપુ માંદા હતા. પણ હસમુખીને દેખીને એ સાજા થઈ ગયા. હસમુખીએ પોતાની બે બહેનોને સિંહના ઘરની બધી વાત કહી સંભળાવી. એ સાંભળીને એ બે બહેનોના મનમાં બહુ જ ખાર થયો. એક દિવસ તેઓ છાનીમાની એના ઓરડામાં ગુલાબનું ફૂલ ચોરી લાવી. ફૂલ હાથમાં રાખીને ચિંતવન કર્યું કે ‘અમને એ રૂપાળાં રાજમહેલમાં લઈ જા'. ત્યાં તો એક ભયંકર અવાજ થયોઃ જાણે કોઈ રાક્ષસ ખાવા આવે છે. બેય જણીના હાથમાંથી ફૂલ પડી ગયાં ને બેય જણી ઘ૨માં ભાગી ગઈ. સાત સાત દિવસ વીતી ગયા. હસમુખીને જવાનો વખત થયો. એણે બાપુની રજા લીધી. પણ જુએ તો ફૂલ ન મળે. હસમુખી રોતી રોતી ફૂલ ગોતવા લાગી. બહાર જઈને જુએ ત્યાં સુકાઈ ગયેલું ગુલાબ પડેલું. હસમુખી જઈને એ ફૂલને અડકી ત્યાં તો આગળના જેવું જ તાજું બની ગયું. રાજી થઈને એ સિંહને ઘેર ચાલી ગઈ. જઈને જુએ ત્યાં તો હાય! હાય! રૂપાળી ફૂલવાડી હતી ત્યાં બધું જંગલ થઈ ગયેલું. ઘરમાં જઈને જુએ તો બધું વીંખાયેલું પડેલું. આખું ઘર ઝાંખું ઝાંખું બની ગયેલું. પેલા હાથ તો કામ કરતા હતા, પણ એમાં જાણે જોર જ નહોતું. તે દિવસે ખાવાને વખતે વાજાં પણ ન વાગ્યાં. સાંજે સિંહ આવશે એમ લાગ્યું. પરંતુ અરેરે! કદાચ એને બહુ

જ ખોટું લાગ્યું હશે તો હું શું કરીશ?

૪૬
લોકકથા સંચય