પૃષ્ઠ:Doshimani Vato.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કહે કે ખુશીથી ખુશીથી, તું કહે તેમ. ઘુરઘુરીની માયા જોઈને રાજાનું માથું ખસી ગયું હતું. બીજે દિવસે સવારે રાજા ગૌરીને કહે કે “આજે શણગાર સજો. આજ નાં રાણી આવશે. હું આજ ઘુરઘુરીની સાથે પરણવાનો છું. ગૌરી જાણતી હતી કે ઘરઘુરી એને દેખી શકતી જ નહોતી. એણે પોતાની દાઈને કહ્યું કે “મા, સાંભળ્યું કે આજ બાપુ ઘુરઘુરીને પરણવાના છે? એમ કહીને તે રોવા લાગી. કે રાણીજી આવે છે! નવાં રાણીજી આવે છે! એટલે બધાંય દોડાદોડ કરી રહ્યાં હતાં. રાજકુમારી તો એક લીલા રંગનું બનારસી ઓઢણું ઓઢીને બગીચાને એક ખૂણે છાનીમાની બેઠી છે. થોડી વારમાં તેને લાગ્યું કે હીરા-મોતીના પોશાકવાળો એક ઘોડેસ્વાર, એક બહુ જ સફેદ ઘોડો લઈને એની પાસે આવે છે. ઘોડેસ્વાર રાજકુમારીને પગે લાગીને બોલ્યો કે ‘મહારાજ તમને બોલાવે છે”. ઘોડેસ્વારનું મોઢું રૂપાળું. લીલા રંગનો રેશમી પોશાક પહેરેલો. માથે જરીની ટોપી. એમ લાગે કે જાણે કોઈ રાજકુમાર. ગૌરી બોલી, ‘તમે કોણ છો? તમને તો કોઈ દિવસ દેખેલ નથી'. ઘોડેસ્વાર કહે, “મારું નામ પ્રતાપ. પરીઓની રાણીને તમે બહુ વહાલાં છો, એટલે તમને આ ઘોડો દેવા મને મોકલ્યો છે, રાજકુમારી!' પછી એ સુંદર ઘોડા ઉપર ચડીને ગૌરી નવાં રાણીને તેડવા ચાલી. એ દેશનો રિવાજ હતો, કે ઘોડે બેસાડીને કન્યાને તેડી લાવે અને વરને ઘે૨ વિવાહ થાય. પોતે પરણવાની, રાણી થવાની, એટલે ઘરઘુરી તો શણગાર સજવામાંથી નવી જ શાની પડે! એક પગ લાંબો ને એક ટૂંકો, એટલે ટૂંકે પગે એક ચાખડી બાંધીને બેઉ પગ સરખા કરી નાખ્યા. પછી રાતી બનારસી સાડી પહેરીને મોટો ઘૂમટો તાણ્યો, એટલે મોઢું તો દેખાય નહીં. કોઈ જાણે કે કન્યા બહુ સ્વરૂપવાન હશે! પણ એની ખૂંધનું શું ક૨વું? ઓઢણું ફેરવી ફેરવીને ઓઢે તોય ખૂંધ દેખાયા વિના રહે નહીં. કન્યાને તેડવા એક સોનેરી સામાનવાળો લાલ ઘોડો આવ્યો છે. સાથે બે સવાર આવ્યા છે. પણ ઘુરઘુરી એ ઘોડા ઉપર બેસે જ શેની? રાજકુમારી ગૌરીના ઘોડાને હીરામોતીનો સામાન જોઈને એ બોલી, ‘હાં મારું આટલું મોટું અપમાન! આ છોકરીનો ઘોડો આવો રૂપાળો અને મારે માટે તો જાણે ગધેડું મોકલ્યું હોય ને!’ સાચેસાચ રાજકુમારીના ઘોડા આગળ ઘુરઘુરીનો ઘોડો ગધેડા જેવો જ લાગતો હતો. પછી રાજા સાહેબે કુંવરીનો ઘોડો રાણીને અપાવ્યો. રાણી કહે કે એ લીલા પોશાકવાળો સવાર પણ મારે જ જોઈએ. એમ કરતાં હાથી, ઘોડા ને પાલખી શણગાર્યાં. નિશાન ઊડતાં જાય; શરણાઈ વાગતી જાય ને કન્યા આવી પરણવા, અચાનક કોણ જાણે શું થયું કે ઘુરઘુરીનો ઘોડો એને લઈને જંગલમાં ભાગી નીકળ્યો. રોક્યો રોકાય નહીં. ઘુરઘુરી બિચારી લસરી પડી ને ઘોડાનું પૂંછડું પકડીને લટકવા માંડી. કાંટા ભરાયા, એની


ડોશીમાની વાતો
૫૭