પૃષ્ઠ:Doshimani Vato.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ત્યાં તો રાણી આવી. મા કહે, ‘‘કાલ તું પાણી ભરવા જાજે. જોજે હો, એ ડોશીની સાથે કજિયો કરતી નહીં'. બીજે દિવસે પરોઢિયું થયું નહીં ત્યાં તો રાણીને ગાગર આપીને ઝરણામાં મોકલી રાણી તો તદ્દન માંદા જેવી, એને કાંઈ પાણી ભરવાનું મન નહોતું. એને તો હીરામોતી જોઈતાં હતાં. જઈને જ્યાં ગાગર ભરે, ત્યાં તો પેલી ડોશી આવીને ઊભી. ડોશી બિચારી હાંફતી હાંફતી કહે કે “માડી! થોડુંક પાણી દઈશ?’’ રાણી તો ખિજાઈને બોલી, ‘તારા બાપનું કાંઈ માગે છે? આઘી જા, ડોકરી!, પેલી તો ડોશી નહોતી, પરી હતી. એણે રાણીને વરદાન દીધું કે, ‘જા, તું બોલીશ ત્યારે તારે મોઢેથી એરુ ને વીંછી ઝરશે!” રાણી ઘેર ગઈ ત્યાં તો મા દોડતી દોડતી આવી. કહે કે “બેટા, શું થયું?’’ રાણી તો ખીજમાં ને ખીજમાં કહે કે “શું રાખ થાય?’’ આટલું બોલી ત્યાં તો કાળા કાળા એરુ–વીંછી એના મોઢામાંથી ખરવા લાગ્યા. જરાક બોલે ત્યાં એરુ–વીંછી ખરે. મા દીકરીએ નક્કી કર્યું કે આ લક્ષ્મીનાં જ કામાં. બેય જણી લક્ષ્મીને મારવા જાય ત્યાં તો આડી આવીને પરી ઊભી રહી. પરી કહે કે ‘હું જ એ ડોશી! આ બેય છોડીઓને તેમની પોતાની કરણીનાં ફળ મળ્યાં છે. તમારે ઘે૨ કાંઈ લક્ષ્મી શોભે? એમ કહીને તે લક્ષ્મીને પોતાને દેશ તેડી ગઈ. 66

લોકકથા સંચય

૬૬
લોકકથા સંચય