અબળખા: વાંચ્છના
અરણા પાડા: જંગલી પાડાની જાત
અંતરવાસ (પાઘડીનો છેડો નાખવો): કોઈ દેવ-દેવીનાં દર્શન સમયે પાઘડીના છેડાને ગળે વીંટવાનો નિયમ છે.
આડ્ય: તિલક
આરડ બોરડ કેરડ: બોરડી અને કેરડાં જેવાં કાંટાવાળા ઝાડ
એકદંડિયો (રાજમહેલ): એક જ સ્તંભ ઉપર ચણેલો
ઓધાન: ગર્ભ
ઓડ્ય: ગરદન
કથોરું: ખરાબ
કંધૂર: ગરદન
કાજળિયો: પાણીનો કૂંજો
કાઠું: ઊંચાઈ
કાંટે આવવું (ડિલ): શરીરમાં ચેતન આવવું.
ખોપ: પહાડોના પથ્થરમાં પોલાણની જગ્યા
ગદરવું: ગુજારો કરવો
ગપત: ગુપ્ત, અદૃશ્ય
ગલોલી: ગોળી
ગંધ્રવ: ગાંધર્વ
ગેંદલ: મોટું
ઘડિયાં (લગ્ન): તાત્કાલિક
ઘેરેઘેરા: ટોળાં
ઝરકડી: ગર્જના
ઝંઝરી: ધાતુનો હોકો
|
ઝાળનો ઢૂવો: ઝાળ નામનું ઝાડ થાય છે તેનું ઝુંડ
ટોયલી: બાળકને દૂધ પિવડાવવાનું વાસણ
ટોવું: ધીરે ધીરે પિવાડવું
ઠણકાવવું: પ્રહાર કરવો
ડણકવું: સિંહ જેવી ગર્જના કરવી
ડામણી: લોઢાની સાંકળ જેવું હથિયાર
ડાર (સૂવરનું): કુટુંબ-ટોળું
ડાળોવાટો: કચ્ચરઘાણ
ડામડી પીટવી: ઢોલ વગાડીને ઢંઢેરો ફેલાવવો
ડિલ: શરીર
તંગલ: તરવાર
તીતીભીતી: ઉથલપાથલ
તીરડો: તીર
ત્રસિંગ: (ત્રણ શીંગડાવાળો) સિંહ
ત્રાઠી: ત્રાસેલી
થાન: સ્તન
દઠકમંગળ: પ્રચંડ
દેહીકાળ: આયુષ્યનો અંત
ધરબવો: ઠાંસીને ભરવો
ધુકાર: મોટું
ધ્રાશકો: ભયની લાગણી
નવાલા: કોળિયા
નામચા: નામના
નુગરો: ગુરુ વિનાનો
પડો વજડાવવો: ઢંઢેરો ટિપાવવો
પાટકે: આથડે
|