પૃષ્ઠ:Doshimani Vato.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

કે એની સાથે ઘણીન બેની ધનદોલત છે, ને કરવા, સાપની વાત સાંભળીને ઈલાને અફસોરા થયો. મનમાં થયું છે એની સાથે. અંદર જાઉં ને જોઈ તો આવું કે કેવું એનું રૂપ છે, કેવીક એની ધનદોલત એનો ઘરસંસાર છે. અરેરે! એ બિચારાથી એકલા શી રીતે જીવાતું હશે? પણ એને બીક લાગી. કાંઈયે બોલ્યા વિના એ ઘેર ચાલી ગઈ. બીજે દિશ ઇલા તળાવની પાળે આવી. કમળનાં ફૂલ ગઈ કાલે ખૂબ ખપેલાં, પણ ફક્ત કાંઈ માટે ઈલા નહોતી આવી. એના મનમાં હતું કે ફરીવાર એ સાપ મળશે. તે દિવસે પણ સાપ આવ્યો ને બોલ્યો, “આવો, આવો, ઈલા! મારી ગણી, પધારો !” કેવો દયામણો એનો અવાજ! બે ડગલાં આગળ ચાલીને ઇલા પાછી થંભી ગઈ પણ ત્રીજે દિવસે તો ઈલાને બીક લાગી જ નહીં. સાપે આવીને બોલાવી કે “ઈલા! ત્યાં તો તરત છાબડી ફેંકી દઈને ઈલા પાણીમાં પડી. ઇલાને પીઠ ઉપર બેસાડીને સાપ પાણી ચાલ્યો ગયો. પાણીની અંદર મોટો રાજમહેલ. પણ એમાં કોઈયે માનવી નહીં. નોકર-ચાકર બધાંય માછલાં, નવાં રાણીજી આવ્યાં એટલે માછલાં તો આનંદમાં ને આનંદમાં નાચવા મંડ્યાં સાપે આવીને માનવીનું રૂપ લીધું. એવું રૂપ તો ઈલાએ કોઈ દિવસ નહોતું જોયું એના મનમાં થયું કે અરેરે! કેવો કઠોર મુનિ! ક્યાં છે એ મુનિ! એને પગે પડીને છે મારા પતિનો શાપ ટાળું. સાપે કહ્યું, “એ મુનિ તો હિમાલયમાં ગયા. ત્યાંથી પાછા નહીં આવે.” સાપને ઘેર દિવસ સુખમાં ચાલ્યા જાય છે. ઈલાને બે દીકરા ને એક દીકરી થયાં છે. છોકરાં તો જાણે ચંદ્રના કટકા! ઇલાના મનમાં થયું કે આહા! આવાં રૂપ શું કોઈની નજરે નહીં પડે? ઇલાને ભાઈ–બાપ સાંભર્યા. એણે સાપને કહ્યું, “ઘણાંયે વરસ થયાં મારે પિયર નથી ગઈ. એક વાર જઈ આવું. મનમાં કોણ જાણે કેવું થાય છે.” એ સાંભળીને સાપની છાતી થરથરી ઊઠી. એ બોલ્યો, “ના, ના, ઇલા! મારી વહાલી! જઈશ મા!” ઇલા બોલી, “જઈને તરત ચાલી આવીશ. સાત દિવસની મુદત કરું છું. અહીં મારે ચાય તેટલું સુખ હોય, પણ માબાપ તો સાંભરે ને!” સાપ બોલ્યો, “તું જા, પણ છોકરાંને તો નહીં મોકલું.” ઇલાએ કહ્યું, “એ તે કાંઈ ઠીક લાગે? આવાં ચંદ્રમા સરખાં છોકરાં! મારાં માબાપ એને જુએ તો ખરા!” સાપ કહે, “ભલે જા, પણ બરાબર સાત દિવસમાં જ પાછી વળજે. મને એકલાં ગમશે નહીં, હો! પાછી આવી ત્યારે તળાવની પાળે આવીને બોલજે કે “નાગકુમાર!” જો હું જીવતો હઈશ તો પીઠ ઉપર બેસાડીને લઈ જઈશ. અને સાદ કરીને તને જો દેખાય લોકકથા સંચય

10

ડોશીમાની વાતો
૧૦