નથી એમ સાબીત થયું કે નહિ ? હવે તમે ખુશીથી કહી શકો કે એ નાટક પ્રેમાનન્દનાં નથી."
“ હું એમ પ્રસિદ્ધ કરું કે મારી પત્નીને એ નાટકો ગમતાં નથી માટે એ પ્રેમાનન્દનાં નથી ! વાહ !"
મેં કહ્યું: “ વાહ કેમ? મારો અભિપ્રાય પ્રસિદ્ધ કરતાં શરમાશો ? તમે તો એવા ને એવા રહ્યા, અને પેલા ભાઇએ ગાંધીજીનું મોઢું ગમે કે નહિ એ પેાતાની બૈરીને પૂછીયે લીધું, અને પ્રસિદ્ધ પણ કર્યું ! તમે તો કોઇ મહાજન વિષે મને પૂછ્યું પણ નહિં!"
“ લે હું પણ એક અગત્યના મોઢા વિષે પૂછું. ”
"પૂછે।."
"મારું મોઢું તને ગમે છે ?"
"પણ તમે મહાજન છો ?” મેં કહ્યું.
“ એક અંગ્રેજ લેખક એક સ્ત્રીપાત્ર પાસે કહેવરાવે છે કે ઇંગ્લંડનો પ્રધાન કોણ છે એ કરતાં મારો ધણી કોણ છે એ મારે અગત્યનો પ્રશ્ન છે. તો મોઢાની બાબતમાં તો કોઈ બીજાના મોઢા કરતાં મારા મોઢાનો પ્રશ્ન વધારે અગત્યનો ખરો કે નહિ! ”
મેં કહ્યું: “ અને ના પાડીશ તો શું કરશો ?"
"તું જે કહીશ તે.”
“ ત્યારે તમારું મોઢું આ પંદર દિવસ નહિ ગમે; અને કહું છું આગ્રાની ટિકિટ લઈ આપો."
એકદમ ગંભીર થઈ પૂછ્યું: “કેમ કમળાને ઠીક નથી ? ”
મેં કહ્યું: “ કંઇ ગંભીર નથી પણ ઑપરેશન કરાવવું પડશે એવો તાર છે. ઝનાના ઇસ્પિતાલ એટલે ઓઝાથી મળી પણ નહિ શકાય. હું એટલા દિવસ કમળા સાથે રહીશ."
ઓઝા દંપતી અમારાં સ્નેહીં હતાં.