પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દ્વિરેફની વાતો


નાખીએ એवो ધોળો, અને તેની ઉપર કાળા રાતા પીળા તલની ઝીણી છાંટ હતી. તેનાં લથડબથડ અંગો જાણે ધસી ન પડે એટલા માટે, કાછીઓ સૂરણ બટાટાં ગાંસડીમાં બાંધે તેમ, કાળી ઝીણી પોતડીથી બંધ બાંધી બાંધેલાં હતાં. પેટ મોટું હતું પણ આ બંધથી તેના બે ભાગ પડી જતા હતા. અને ઉપલા ભાગ ઉપર કાળું જનોઇ પરસેવાથી ચોંટી ગયું હતું. ઊભો રહે ત્યારે વચ્ચેથી પગ જરા વધારે પહોળા, ગોળાકાર રહેતા અને પગલું લાંક વિનાનું ઊંટના જેવું પડતું. મોંમાં જાણે નીચલા જડબામાં એક નહિ પણ દાંતની બે હરોળ જેવું, અથવા આખા જડબામાં જાણે દાઢો જ હોય તેવું જણાતું હતું, અને બ્રહ્મા ઘડીને એટલા ખુશ થઇ ગયેલા હશે કે માટી કાચી હશે એટલામાં જ તેને કપાળે અને બરડે થાબડ્યો હશે - કપાળ તરફ માથું એટલું ઢળતું અને વાંસો એવો બહાર નીકળેલો હતો.

મહારાજ પીરસતા હતા એટલામાં મેં મારી સાથે જમવા બેઠેલા ભાઈ રેવાશંકરનું ઓળખાણ તાજું કરી લીધું. તે મહારાજનો ઉપયોગ બરાબર સમજતા હતા. મહારાજે પીરસી લીધું એટલે રેવાશંકર કહેઃ “ મહારાજનો સ્વભાવ બહુ સારો." મહારાજ પીરસી રહ્યા હતા પણ પાછા રસોડામાં ગયા, ઘીની વાડકી લઇ આવ્યા અને કાંઇ પણ જરૂર વિના મને બે ચમચા અને રેવાશંકરને બે ચમચા ઘી પીરસ્યું, અને પછી અમારી બેની સામે પગ પર પગ ચઢાવી બેસીને, પગનાં તળિયાં પર, ડોલતાં ડોલતાં હાથ ફેરવતા ફેરવતા બોલવા લાગ્યા:

“ મારો તો જીવ મોટો. અમે તરવાડી કોઇ દિ' લોભ ન કરીએ. આ શેઠ છે તે શેઠ, એ પંડ્યા, એમનો જીવ જરીક

૭૦