લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દ્વિરેફની વાતો


દાળ, શાક નહિ. ઘી પણ જરાક જ. હું પૈસા આપીશ. મફત ખાતાં નથી. પણ વખતસર કરવું."

મહારાજ આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયા. અને બીજા દિવસથી મોતીનું કામ ચાલ્યું.

હું પાછી આવી. ધાર્યા કરતાં એક દિવસ વહેલી નીકળી શકી. ધર ઉઘાડ્યું. સ્ત્રી પુરુષના સમાન હક હોવાથી ધરની કૂંચીઓ અમો બન્ને પાસે રહે છે.

ઘરમાં ગઈ. મોતી પૂંછડી હલાવતી હલાવતી સામે આવી. પણ આખા ઘરમાં માત્ર એ જ બરાખર હતી. બાકી જ્યાં જોઉં ત્યાં ધૂળ. ખુરશીઓ સિવાયની બધી વસ્તુઓ, ચોપડીઓ પણ, એમ ને એમ પડેલી. ટેબલ પર પણ ધૂળ અને કાગળદાબણિયા નીચે મેં ચિઠ્ઠી મૂકેલી એમની એમ! આ પુરુષો તે ભગવાને કેવા ઘડ્યા હશે !

મેં બધું વાળીને સાક્ કર્યું. ટેબલ પર જઈ કાચમાં જોયું. રસ્તાના થાક અને આ ધૂળ! મનમાં થયું લાવ માથે નાહી લઉં. માયું છોદ્યું. ત્યાં કમાડ ખખડ્યું. મને થયું કે કદાચ એ આવ્યા હશે. સાલ્લાનો છેડો ગળા ફરતો લઈ એમ ને એમ જઇ કમાડ ઉધાડ્યું. આ કોણ !

એક ઘણો જ કદરૂપો માણસ, કાળા કોટ પહેરેલો, તાજા વાળ કપાવી હજામત કરાવેલો, વાળમાં ખૂબ તેલ અને પોમેડ્, ઉપર તેલથી રીઢી થઈ ગયેલી કોરવાળી કાળી ફેલ્ટની ટોપી, પાતળી ચીપી ચીપીને પાટર્લી વાળેલી મિલની ધોતલી, હાથમાં દાતણ, અને આવીને મને પગે પડવા લાગ્યો. હું ખસી ગઇ. મેં કહ્યું: “ અલ્યા કોણ છે ? કેમ આવ્યો છે ? ”

૭૪