પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
મુકુન્દરાય


કૉલેજમાં બધેય કહી દેશે. મેં નિશાની કરી તેાય એકાવાળાની વાત પડતી ન મૂકી! હું કૉલેજમાં કેટલી કરકસર કરું છું તે એ સમજતા જ નથી. મિ. દલાલ પચીસ રૂપિયાનું રેકેટ વાપરે છે અને હું આઠ જ રૂપિયાનું વાપરું છું. તેથી જ હું તે દિવસે ટુર્નામેન્ટમાં હારી ગયો. છતાં સ્ટાઈલ તો મારી જ વખણાઇ હતી. કલેક્ટરે અને તેની પત્નીએ મારું નામ પૂછ્યું હતું. હવે આમ ક્યાં સુધી સહન કરવું ? ક્યાં સુધી માન રાખવું ? હવે મારે એક વાર ડોસા સાથે ચોખવટ કરવી જ જોઇએ. માન રાખવું એ મનની નબળાઇ છે....'

મુકુન્દ, મિત્રો જાગે નહેિ તેમ, બાપને કહેવાનો નિશ્ચય કરી ઊઠ્યો. રઘનાથ પાસે ગયો. મુકુન્દની વર્તુણૂકથી તેમને માઠું લાગ્યું હતું અને ‘ રુચિ નથી ’ કહી તે જમ્યા પણ નહોતા. અત્યારે ઉદાસ થ્ઇને થાકીને જરા આડે પડખે થયા હતા. જરા સળવળાટ સાંભળતાં જ આંખ ઉઘાડી મુકુન્દને જોઈ તેઓ બેઠા થયા. મુકુન્દ પાસે બેઠો પણ કોણ જાણે, તેના મિત્રો અને કૉલેજનું વાતાવરણ નહોતું તેથી, કે પિતા પાસે છૂટ લેવાની ટેવ નહિ તેથી, તે વાત શરૂ કરી શક્યો નહિ. તેણે ફરી સબળ થવાના નિશ્ચય કર્યો અને કૃત્રિમ વેગ અને બળથી તે બોલવા માંડ્યો. પણ આથી તેના બોલવામાં કાંઈ મર્યાદા કે ઢંગધડા કે ક્રમ કે વિચારસંકલના પણ રહી નહિ. "આવું હું ક્યાં સુધી સહન કરી શકું? તમે મારી પ્રતિષ્ઠા મારા ભાઈબંધોના દેખતાં ખોવરાવી છે. મારૅ રૅકેટ વગર ચલાવવું પડે છે. તમે નક્કામો લોભ બહુ કરો છો ! હું તમારી આમન્યા ક્યાં સુધી રાખું ?" વગેરે તે જેમ ફાવે તેમ બોલી ગયો. રઘનાથ પોતાની ટેવ પ્રમાણે

૯૧