દ્વિરની વાતા ઘરનું કામ કર્યું તે કરી રનાથની પાસે બેઠી. આ વખતે રધનાથ જ પહેલા મેલ્યાઃ “ આપણે અંબાજી ગયા હતા તે યાદ છે? ' "" વિષયાન્તરની આશાથી ગંગાએ કહ્યું: ‘ દ્વા. ત્યાંથી કુંભારિયાનાં દેરાં જેવા ગયેલાં તને યાદ છે? + ા. t “ એ તેમાં વિમળશાએ બંધાવેલાં. ” “ એમ કે ? ” “ એ વિમળશા અમાના ભક્ત હતા પિતા સ્વસ્થ થતા જાય છે એમ માની ગંગાના ઉત્સાહ વધતા જતા હતા અને તે સરળ ઉત્સાહથી હાંકારા દેવા લાગી. તે એક વાર અંબાજી દર્શન કરવા જતે હતા. રસ્તામાં એક મેટી વાવ આવી. તેમાં તે પાણી પીવા ગયા. વાવના પથયા પર એક વણઝારા ખેઠા હતા તેણે પાણીના પૈસે માગ્યે. વિમળશાએ ‘ શેના ’ એમ પૂછ્યું, વણુઝારાએ વાવના શિલાલેખ ખતાવી કહ્યું કે ‘ આ વાવ બંધાવનાર પીથા મારા દાદા થાય. અમારી સ્થિતિ બગડી ગઈ એટલે હું મારી બાપુકી વાવ પર લાગા લેવા આવ્યું છું.’ વિમળશાને થયું કે મેં આવાં દેરાં તે બંધાવ્યાં પણ મારી પછવાડે કપૂત ાગે તે મારું દેરાંનીય આવી દશા થાય! 'ગંગાના હાંકારા શિથિલ પડતા ગયા પછી અન્નાજી પાસે ગયે. તેને અબાજી પ્રસન્ન હતાં. તેમણે કહ્યું: ‘બેટા માગ, માગ. વમળશાએ કહ્યું: ‘ મા, બીજું કાંઈ ન માગું, માગું એક ન્ખ્ખાદ. ”—હવે ગંગાના ટાંકારા નિ:શ્વાસ જેવા થઈ ગયા હતા. બીજી વાર કહ્યું: ‘ માગ, માગ '; ફરી વાર પણું નખ્ખાદ માગ્યું. ત્રીજી વાર પૂછ્યું; ત્રી” વાર પણ નખ્ખાદ માગ્યું. ડાસા ફી નીરવ શાન્તિમાં પડયા. આખા ઘરમાં મૃત્યુ જેવી શાન્તિ છવાઈ રહી.
$1