પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દ્વિરેફની વાતો


બધા માને છે. એટલા પોલિસો ધાંધલ કરતા હતા તેમાં માત્ર એકને બુદ્ધિ હતી. પણ એટલા બધા બેવકૂફોમાં એક માણસ શું કરી શકે ?"

મેં કહ્યું: "એમ કેમ?"

મૈયતના હાથમાં કોઈ સ્ત્રીના લૂગડાનો આ જરીવાળો છેડો હતો. તેના તરફ એ પોલિસનું ધ્યાન ગયું હતું. પંચક્યાસ લખાતાં તે એ કડકા સામું જ જોઈ રહ્યો હતો અને ફોજદારને તેણે દૂર લઈ જઇ વાત કરી. તે હું સમજી ગયો. પણ ફોજદારને ખૂનકેસ નહોતે! જોઈતો એટલે એણે કહ્યું કે એ તો અકસ્માતથી હોય. ”

મુસલમાનના હાથમાં હિંદુ સ્ત્રીનો જરીવાળા લૂગડાનો કડકા એ બધાએ કેમ માન્યું ?"

“ મેં બચાવી લીધા. મેં કહ્યું કે મુસલમાન છે તે છેડાતાર વેચાતાં લેવાનો ધંધો કરતો હશે અને હાથમાં તારવાળો છેડો રહી ગયો હશે. પંચને તે પંચક્યાસમાંથી ઝટ છૂટવું હતું. વળી મરનારનો કોઇ સગોસાગવો નહિ, એટલે એ વાત જ લખી નહિ. છેડો ફોજદારે ખીસામાં મૂક્યો તે મેં રૂપિયો આપવો કરી લઇ લીધો."

“ તમે એને શું કરશો ? ”

“ એ ખૂન જ છે. મરનારના પગ પર કઠેડાથી પડી જવા જેવા ઘસારા નહોતા અને મારામારીનાં ચિહ્નો હતાં. વળી મેં તમને રસ્તામાં લોહી પણ દેખાડયું. હું તપાસ કરીશ.”

"તમારામાં આ શક્તિ છે તો તમે પોલિસની સાથે રહી આ ધંધો કરો તો પુષ્કળ કમાઓ."

૧૦૨