પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પહેલું ઈનામ


જુવાન હજી મૂછનો દોરો પણ માંડ ફૂટેલો, ઊઠીને લઈ આવ્યો. આખી સભાએ તાળીઓના ગડગડાટથી એને વધાવ્યો, પણ તેનું મોં મલક્યું કે ફરક્યું પણ નહિ. પછી ટૂંકી દોડમાં અને લાંબી દોડમાં તથા મલખમમાં પણ મહાસુખ જ પહેલો આવેલો. મહાસુખ એક પછી એક ઈનામ લઈ જતો હતો તેને હરજીવને મશ્કરીમાં કહ્યું: “અલ્યા આટલાં બધાં ક્યાં સંઘરીશ ?" પણ એ શાન્ત ગહન મૂર્તિ, એ ને એ, ઊભી થઈ, લઈ, ખાલી જગ્યા પર બેસી જાય. બધાં ઈનામો વહેંચાઈ રહેતાં છેલ્લું કુસ્તીનું પણ મહાસુખને મળ્યું. લોકોમાં ગડગડાટનો જાણે સમુદ્ર ઊછળ્યો, પણ એ એ જ અચલ મુદ્રાથી ઈનામ લઈ અમારી પાસે બેસી ગયો. પ્રમુખે ભાષણ શરૂ કર્યું:

"બહેનિ અને ભાઇઓ ! ગુજરાતમાં અખાડાની પ્રવૃત્તિ આટલી સારી ચાલે છે એ કાર્યકર્તાઓને ખરેખર અભિનન્દન આપવા ચાગ્ય છે. આપે મને આ સ્થાન આપ્યું અને જુવાન ભાઈના હર્ષમાં ભાગ લેવાની તક આપી એ માટે આપનો સર્વને હું ઘણો જ આભાર માનું છું. આજના કાર્યક્રમથી જોતાં આપને સર્વને જણાશે, કે દરેક રમતમાં અને કસરત વગેરેમાં જુવાન ભાઇઓએ ઘણી પ્રગતિ કરી છે. મને માત્ર એક જ બાબતનો ખેદ રહે છે. આપ જાણો છો કે મરહુમ શે. મોતીચંદે આખા ગુજરાતમાં ‘સમસ્ત ગુજરાત અખાડા મંડળ ’નો જે સભ્ય લોકરક્ષણનું કામ બહાદુરીનું કામ કરે તેને માટે જે ઇનામ કાઢેલું છે તે આજે ત્રણ વરસથી ખાલી રહે છે. આ વરસે પણ હજી સુધી તે ઇનામને માટે કોઈ ઉમેદવાર આવ્યો નથી તેમ કોઈના તરફથી તે આપવા સંબંધી સૂચના થઈ નથી. ”

૧૦૭