પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દ્વિરેફની વાતો


હરજીવને પ્રમુખ સામું જોયું. પ્રમુખે પણ હા પાડી. તેણે ફરી પૂછ્યું: “ નામ આપું તે કરતાં માણસ રજુ કરું તો ?' બધાએ કહ્યું: “માણસ લાવો, બોલાવો, રજુ કરો." હરજીવન તેની પાસે બેઠેલા અખાડાના મલ્લો સાથે કાંઈ ગુપચુપ કરતો હતો. મને આ બધું ખોટી દિશાએ જતું લાગ્યું. મેં ઊભા થઈને કહ્યું: "જો માણસ અહીં જ હોય તે પોતે જ કેમ ઊભો થઇને ન કહે કે ઈનામ મારું છે ?" હરજીવને તરત જ જવાબ આપ્યો: "પણ માણસ મૂંગો હોય તો ?" આખી સભામાં તોફાન થવા પહેલાં પાંદડાંનો અવાજ થવા માંડે તેમ આ કોણ હશે તે વિષે વાતો થવા માંડી. એટલામાં હરજીવનના ઈસારાથી એક અખાડિયાઓનું ધાડું દોડ્યું. બધા એ ધાડા તરફ જોવા લાગ્યા તો મહાસુખ મૂંગો છાનોમાનો નાસવાનું કરતો હતો તેને અખાડિયાઓએ જઇને પકડ્યો. સભાજનો હવે જ સમજ્યા કે એ મૂંગો તે ‘ મહાસુખ મૂંગો' જ હતો અને તાળીઓ અને બૂમો શરૂ થઈ તે બંધ કરવી મુશ્કેલ થઇ પડી. મહાસુખને પકડીને હરજીવનની પાસે લાવ્યા. હરજીવને હાથ ઊંચા કરી બૂમો પાડી બધાને શાન્ત કર્યાં. પછી મહાસુખને કહ્યું: “ તેમાં નાસભાગ શું કરે છે? હજી ક્યાં સાબીત થયું છે કે તું જ તે હતો ?" અને પછી સભાજનો તરફ જોઇ હરજીવને કહ્યું: "હજી થોડી સાબીતી બાકી રહે છે. જુઓ આ તા. ૨૧ મી ઑગસ્ટનો ‘પ્રજાબંધુ’નો અંક. ગુજરાત યુવક મંડળ તરફથી જાહેરમાં નાટ્યપ્રયોગો થયા હતા. સઘળા જ સફળ થયા હતા. સારા નટોને ઇનામ મળેલાં હતાં. તેમાં તિલોત્તમાના પાઠ માટે સ્ત્રીપાઠનું પહેલું ઈનામ લેનાર ભાઈ મહાસુખ છે. અને બીજો પુરાવો. લાસ તા. ૨૨ મીના રોજ મળો અને

૧૧૬