લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નવો જન્મ


વરસ થયે હું પાછો આવ્યો. અમારા ઘરનો નિયમ એવો હતો કે વારાફરતી ભાઇઓએ પિતાજીએ મુંબઇની પેઢીમાં રહેવું, બધાં બૈરાંને દેશમાં જ રાખવાં. છોકરાંને બારેક વરસ સુધી ગામડામાં જ કેળવવાં. છોકરાંઓના આંક અને શરીર ગામડાંમાં સારાં થાય એમ પિતા કહેતા અને મુસલમાનો રંગૂનમાં કમાય છે અને વરસ બે વરસે અહીં માસ બે માસ ગાળી જાય છે તેનો દાખલો દેતા. છતાં કહેતા કે ‘આ નિયમ મારો સવાઈલાલ અંગ્રેજી ભણે છે તે નહિ માને.' મેં કહેલું કે ‘ ત્યારે ભણાવો છો શા માટે ?' ત્યારે કહે : ‘ દેશકાળ પ્રમાણે ભણાવવા તો પડે. ' અને એ નિયમ મેં તોડ્યો પણ ખરો. બી. એ. થઈ ગયા પછી હું અધીરો થઇ ગયો. પત્નીની સાથે મુંબઈમાં ફરવાનો, તેને નવી દુનિયા દેખાડવાનો, સંસ્થાઓમાં બીજી સ્ત્રીઓ સાથે હળતી મળતી કરવાનો મને શોખ હતો. તેથી મારી પત્નીને લઈ ગયો હતો, પણ સીમન્ત આવતાં તેને પિતાજીના વચનને માન આપી દેશમાં મોકલેલી. અત્યારે ત્રણ વરસે પત્ની અને પુત્રને સાથે લઇ મુંબઇ તેડી જવાના ઈરાદાથી હું આવ્યો હતો.

સાંજે ગામ પહોંચ્યો. રાત્રે લઈ જવા સંબંધી સૌ. કમલાને વાત કરી. તેણે કહ્યું ઝમકુકાકીને સાથે લઈ જવાં એ ઠીક છે. અનુભવી માણસ માંદે સાજે કામ આવે, અને છોકરાંની દોરી ખેંચે. તે સાથે આવશે કે કેમ તે સંબંધી મેં શંકા બતાવી, પણ કમલાએ કહ્યું કે હું પૂછીશ તો આવવા હા પાડશે.

સવારે ચા પી કરીને જમવા વખતને થોડી વાર હતી

૧૨૫