પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દ્વિરેફની વાતો


રમાડતાં એ જ ગીત ગાતાં હતાં. પાસે વિજયા ખેઠી હતી તે ધ્યાન અને સાંભળતી હતી ગીત પૂરું થયું એટલે વિજયાએ સૌના સાંભળતાં કહ્યું: “કમલા બહેન, હું તો ધારતી હતી કે તમે જ સુંદર ગાઓ છો. પણ માજીનો કંઠ પણ તમારા જેવો મીઠો છે."

કમલાએ જવાબ આપ્યો :"હાસ્તો હું ચે શીખેલ એમની પાસેથી તો !"

ડોશીએ કહ્યું: “ ના બા, એવું જૂઠું ન બોલીશ. ગામડામાં તો સૌને આવડે. કોણ કોની પાસે શીખે ?"

કમલાઃ “ માજી, તમે ભૂલી જાઓ પણ હું કેમ ભૂલું. જગન્નાથજીનો ગરબો હું તમારી પાસે શીખી છું. હંમેશ તમારી પાસેથી વેણ લઇ જતી, સાંભરે છે ? "

ડોશીએ જવાબ આપ્યો: "હા, હા. મને સાંભર્યું. તું અને હીરાવહુ સાથે જ શીખતાં ખરું ? ” ડોશીની સરલતાથી બધી સ્ત્રીઓ હસી પડી. અને બે ચારે ડૉશી આગળ લાડ કરતાં કહ્યું: “ માજી, એ ગરબો અમને ગવરાવો."

ડોશીએ કહ્યું: “ બાપુ, એ ફરતાં ગવાય એવો નથી. એ તેા ઘંટીએ ગાવાનું ગીત છે. "

"ત્યારે બીજું કાંઈ ગવરાવો." બે ચાર અવાજો આવ્યા. કમલાએ એક બાઈ તરફ જોઇ બિન્દુ તરફ નિશાની કરી. તેણે બિન્દુને શીખવાડ્યું એટલે બિન્દુ ડાશી પાસે જઇને બોલ્યો “ મા, તમે ગાઓ. ” બધાં ફરી હસી પડ્યાં. વિજયાએ કહ્યું: “ માજી, બિન્દુને તમે સાજો કર્યો. આજ તો બિન્દુનો મેળાવડો કહેવાય, તેમાં તમારે ગાવું જોઇએ." માજી કહેઃ "હું ગાઈશ પણ તમારી સાથે ફરીશ નહિં, અને તમારા

૧૩૨