પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દ્વિરેફની વાતો


હું નાનો હતા ત્યારે, નાતજાતના કાર્ય માટે અવસરે માણસોની વ્યવસ્થા કરતાં, કામ કરાવતાં, હુકમો આપતાં, ભભકાભેર ફરતાં તે જેવાં દેખાતાં, તેવાં જ આજે પણ દેખાતાં હતાં. માત્ર ફેર એટલો કે ગામમાં મેં તેમને રેશમી લૂગડામાં જોયેલાં અને અહીં સાદી સફેદ ખાદીમાં જોયાં. પણ એ ખાદીમાં પણ તેમનો પ્રભાવ અછતો રહેતો નહોતો. હું ઝમકુકાકીના જ વિચારે ચઢ્યો. પ્રથમ તો, બિન્દુ કમલા સાથે આશ્રમમાં જવા હઠ કરે તે માટે તે આશ્રમમાં જવા લાગ્યાં. ત્યાં તેમને બીજી સ્ત્રીઓ સાથે એળખાણ થઇ-ખાસ કરીને તો તેમને સારું ગવરાવતાં આવડે છે માટે. તેમાંથી તેમને આશ્રમના કામનો શોખ લાગ્યો. બચ્ચાંની માવજત તો એમના જેવી કોઈક જ કરી શકતું. અને પંડોપંડ છડાં એટલે ખુશીથી બધે જઇ પણ શકે.

અને થોડા સમયમાં બધી સ્ત્રીસંસ્થામાં તે કેવાં પ્રસિદ્ધ થઈ ગયાં ! તેમાં એક કારણ ગીતનું, તેવું બીજું કાંતવાનું પણ ખરું. ગાંધીજી અસહકારની શરૂઆતમાં આવ્યા. તેમણે સ્ત્રીઓની ગંજાવર સભામાં બધાંને કાંતવાનું કહ્યું. બધી સ્ત્રીઓએ તે વખતે તે આવેશમાં આવી કાંતવા ઈચ્છા બતાવી અને કાંતવાનું શીખવનાર કોઇ માણસ માગ્યો. મહાત્માએ કહ્યું કે મારી સાથે વીણાબહેન છે. તેમણે જ મને પણ કાંતતાં શીખવ્યું છે. તમારામાંથી પાંચ જણને કાંતતાં શીખવે અને એ પછી તે પાંચ જણ જુદા જુદા સમાજમાં વહેંચાઇ બધાંને કાંતતા શીખવે. પ્રથમ તે। બધા સમાજોમાં કાંતવાની હરીફાઇ ચાલી. તેમાં ઝમકુકાકીને લીધે સેવિકામંડળ સૌથી આગળ પડ્યું. પછી ઉત્સાહ મંદ થઇ ગયો, પણ ઝમકુકાકીને

૧૩૬