પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
१६

વાર્તામાં બનાવને હયાતીમાં લાવનાર વ્યક્તિઓના ખ્યાલ વિના બનાવને ખ્યાલ આવી શકતા નથી. પશુ ટૂંકી વાર્તામાં વ્યક્તિએના સ્વભાવ અને અનાવની મુખ્ય સાંકળ જકડ- વાની હોય છે અને તેથી ટૂંકી વાર્તામાં ચિત્તશાસ્ત્રનું એકાદ પ્રકરણ લખવાની મહત્ત્વાકાંક્ષા અસ્થાને છે; જો કે નાના સરખાપણ વિલક્ષણુ બનાવને સમજવા એકાદ માસના આખા માનસિક ઇતિહાસ આપવાની જરૂર પડે એ સમજી શકાય અને ઘટાવી શકાય એવી છૂટ છે. આ જો સાચું હોય તે એમ કહી શકાય, કે ટૂંકી વાર્તાની વિશેષતા મનુષ્યસ્વભાવ, જગતની પરિસ્થિતિમાં એ મનુષ્ય- સ્વભાવમાંથી ઉપજતા બનાવ, અને એ બનાવની સાથે સંકળાઈ રહેલી લાગણીની મુખ્ય સાંકળ શેાધી કાઢવામાં, અને તે મનુષ્ય- સ્વભાવના અને બનાવના, ભાવકના હૃદયમાં સરલ રીતે ઉચિત લાગણી વ્યક્ત કરે એવા, વર્ણનમાં રહેલી છે. ટૂંકી વાર્તામાં એક જ બનાવ અથવા એક જ સ્થિતિ હોવી જોઇએ, એ ટૂંકી વાર્તા માટે બહુમાન્ય થયેલા નિયમ ઉપરની ચર્ચા ઉપરથી ફલિત થઇ શકે છે. પણ મારી સમજ પ્રમાણે બનાવની સંખ્યા એ બહુ ભાર દેવા જેવા અને નક્કી કરી શકાય એવા વિષય નથી; અને કથામાં પણ મુખ્ય બનાવ તો એક જ હોય છે. ટૂંકી વાર્તામાં લાગણી કે રસ એક જ હવે જોઇએ, એમ પણ કહી શકાતું નથી; કારણ કે કથામાં પણ મુખ્ય રસ. તા. એક જ હાય છે. બનાવની એકતા અને રસની એકતાથી કથા તેમજ ટૂંકી વાર્તા અન્નેનાં શરીરને અંતિ થવું પડે છે; પણ મનુષ્યસ્વભાવ અને બનાવની મુખ્ય સાંકળ- ના નિરૂપણમાંથી જ રસાસ્વાદ ઉત્પન્ન કરવા એ ટૂંકી વાર્તાની ખાસિયત દેખાય છે; કારણ કે કથામાં પણ જો કે આ મુખ્ય