દરેકને અકૈક સોગઠી બનાવી હતી અને એમાં કોને માર્યો, કયો માંચા પર બેઠો, કચેા ગાંડી સોગઠી થઇ, કયો ખડી થઈ ફર્યા કરતો હતો, કયો બૂંદમાં પડ્યો। હતા, કયો પાક્યો, કઇ સોગઠીના પોબાર પડતા હતા, કઇ સોગઠી ખોટા દાવથી ચાલી હતી વગેરે અનેક ટીકાઓ કરી હતી. દરેકને સોગઠીની ભાષામાં જે જે કહ્યું હતું તે લાગુ પડતું નહોતું અને કેટલાકનો તો અર્થ જ થતો નહોતો, પણ એમ થવાથી જ એ લેખમાં બધાને વધારે રસ પડવા લાગ્યો હતો, અને તેથી જ એના અર્થ સંબંધી ઘણા તર્ક થતા હતા. આખા લેખનો શો ઉદ્દેશ છે, તેમાં કોની નિન્દા છે, કોના પર આક્ષેપ છે એ કશું સ્પષ્ટ નહોતું અને તેથી દરેક પોતાના શત્રુને આબાદ ટકોર વાગી એમ સમજતા હતા. લેખની નીચે 'ખેલાડી’ની સહી હતી અને આ નામથી આ પહેલો જ લેખ પ્રગટ થયેલો હોવાથી તે લખનાર કોણ હોઇ શકે તે સંબંધી પણ તર્કો થવા લાગ્યા હતા. એકેએક સામયિક આ ચર્ચામાં પડ્યું હતું અને ચર્ચાપત્રો ઉભરાવા લાગ્યાં હતાં. જેમનાં નામંજૂર થતાં હતાં, તે અમુક નામંજૂર કર્યું એમ ટીપ લખી બીજાને મોકલતાઃ એમ એક લેખ પ્રસિદ્ધ થયો ત્યાર પહેલાં પાંચ જગાએથી નામંજૂર થયેલો હતો. અને એ દરેક નામંજૂરીનાં કારણોની પાછી ચર્ચા ચાલતી હતી. આ રીતે ચર્ચાપત્રનું કામ એટલું બધું વધી પડયું હતું કે એક લેખકે ‘ ચર્ચાપત્ર’ નામનું જદું સાપ્તાહિક કાઢવાની યોજના કરી. તેને સાહિત્ય પોષક સમિતિ તરફથી ખાસ મદદ અપાઇ. તેના તંત્રીએ પોતાનું નામ આપવા સિવાય કાંઇ લખવાનું કે નીતિ નક્કી કરવાનું હતું નહિ તેથી એક સાહિત્ય-સાહસિકે તેનું તંત્રીપદ