દ્વિરેફની વાતા નકાર કરી ખરું નામ કેમ ન આપ્યું? જે શત્રુભાવે કપિલરાયનું નામ આપતા હોય તે તેમના કથન ઉપર કેટલે વિશ્વાસ રાખવા એ વાંચનારે સમજી લેવાનું છે. ” અમે તે ભયાયેÁકત થઇ ગયા. ફરી વિચાર કરી ફરી ખુલાસાવાર લખ્યું તેમાં અમે ચાપાટ ખેલતા હતા તે વાત—તેમાં સાહિત્યની ભાષા ચેપાટને લગાડવાની કલ્પનાનું સઘળું માન કપિલરાયને જ આપ્યું હતું તે—ઉપરથી તેમણે જ તે લખેલે હાવા જોઇએ, અને શરમાળ અને નાજુક પ્રકૃતિના હોવાથી જાહેર યશ ન લેવાની ઈચ્છાથી તખલ્લુસ જ આપતા, એ જ કારણથી છતા ન થયા, પણ આવી ચર્ચાથી પાતાના એક સારે લેખ બીજાને નામે ચઢે એના આધાતી તેમને તથા સાહિત્યને કાઈ હંમેશની હાનિ થવા સંભવ છે, માટે ખરી હકીકત બહાર પાડવાની ફરજ સમ આ લખેલું છે, એવી મતલખનું ચર્ચાપત્ર લખ્યું. એ સાથે તંત્રીને ખાનગી કાગળ લખ્યું. તેમાં હાસ્ટેલમાંથી ચાલ્યા જવાના ખબર આપ્યા અને તે આપધાત કરે એવી ભíત અમને છે, એ પશુ જણાવ્યું. આ ચર્ચાપત્ર પણ છપાયું, પણ તંત્રીની ટીપ વિના નહિ. આ વખતે તંત્રીએ વધારે બગાડયું હતું. આવા પ્રાણવાન લેખ લિરાય જેવી નિર્મળ વ્યક્તિ લખે જ નહિં. કપિલ- રાયના રેગિષ્ટ માનસને સાહિત્યયશના લેપ કરી તંદુરસ્ત કરવા તેમના મિત્રાની આ ફ્રાશીશ છે. મિત્રાના ઇરાદો શુભ છે, પણ સાહિત્યને માત્ર સત્ય સાથે જ સંબંધ છે. એક કપિલરાય શું પશુ અનેક કંપલરાયને ગમે તેટલી દાનિ થાય તે કરતાં સાહિત્યના એક સત્યની કિંમત ઘણી વધારે છે. પદ
46