“ જો હજી એનું એ બોલ. આ આટલાં માણસો છે તેનું ભાન છે કે નથી?"
“એ એમના ખાવામાં પડ્યાં છે. આપણી સામું કોણ જોવા બેઠું છે ?" કયાં નવપરિણીત દંપતી આવી માન્યતા નથી સેવતાં ?
આજે ધનિયાના ધરાક એક વાણિયાને ત્યાં નાત જમતી હતી એટલે બન્ને જણાં સારા જમણની ખુશાલીમાં જાજરુનાં પગથિયાં પર બેઠાં બેઠાં એકાંત ગોષ્ઠી કરતાં હતાં. નાતમાં વાધરી પડતાં અટકાવવા શેઠે તેને ત્યાં બેસાડ્યો હતો. બન્નેએ થોડા દિવસ ઉપર લગ્ન વખતે પહેરેલાં કપડાં પહેર્યા હતાં. ધનિયાએ ઉપર પટકો, નીચે અતલસનું જાકીટ, અને પગમાં મોજાં પહેર્યા હતાં. ખેમીએ, એક સુવાસણ શેઠાણી ગુજરી ગયેલી તેનું સ્મશાનમાં કાઢી નાખેલું રેશમી વસ્ત્ર પહેર્યું હતું.
ધનિયો બીડીની એક ફૂંક લઇને બોલ્યો: "ખેમી, તારી માએ ગમે તે માગ્યું હોય તો તે આપીને પણ હું તને પરણત.”
"પણ મારી માએ કે'દાડે તારી પાસેથી પાઈ ચે લીધી છે? હું તો ઊલટી તારા ઘરમાં લેતી આવી છું. મારી માએ તો બ્રાહ્મણ જેવો વીવા કર્યો છે."
"તારી મા તે બહુ ભલું માણસ, પણ તું કોણ્ જાણે ક્યાંથી આટલી ભૂંડી નીકળી."
"લે વળી, મૈં તારું શું બગાડ્યું છે?"
"જો ને, પરણતાં પરણતાં કેટલા ચાળા કયાં ? ‘ દારૂ ન પીએ, ને ગાળ્યું ન કાઢે, ને હાથ ઉપાડે તો પરણું, નહિ