તો ન પરણું. ને કોઈ દિ એવું કરે તે એને ઊભો મેલીને હાલી જાઉં.’ આમ તે થાય ? ”
“ન ક્યમ થાય ? એ દારૂ પીને આવે ને ધીંગામસ્તી કરે, ને ન ઓલવાનું બોલે, એ મારાથી ન ખમાય જો. એ માર ખાઈ લ્યે એ બીજાં.”
ધનિચેા ખેમીના સત્ય અને પ્રતાપ આગળ ધીમો પડી ગયો. “ ઠીક લે, પણ હું ક્યાં પીવા જાઉં છું તે તું આમ ચઢી ચઢીને બોલે છે ? મારે તો ગમે તેમ થાય પણ તને પરણવું'તું. તું નાની હતી, ને ગાઠડી વાળીને તારી મા સાથે વાળવા નીકળતી ત્યારની મને બહુ ગમતી. આ ગાઠડી વાળતાં ક્યાં શીખી, ખેમી ?" ધનિયાએ ખેમીની છાતી ઉપર વાળેલી ગાંઠને સ્પર્શ કર્યો.
“ પડધરીમાં તે બધી ય ભાઇડિયું કામ કરતી વખતે એમ ગાઠડી વાળે." ખેમીની મા મૂળ કાઠિયાવાડમાં પડધરીની રહેવાસી હતી. દુકાળના વરસમાં પ્રેમીને લઈ ને તે અહીં રહેવા આવી હતી. "પણ ધનિયા, એ શા સારુ તમે દારૂ પીતા હશો ? દારૂમાં તે શું છે એવું ? તું તે! કહેતો’તો ને કે દારૂ તો કડવો લાગે."
"ખેમી, કોક દિ ગમે નહિ, તે દાડે પીવા જોયેં. બહુ થાકી ગયા હોઇએ ને કાંઇ ગમે નહિ ત્યારે પીયેં ત્યારે સારું થઇ જાય."
ખેમી થોડી વાર મૌન રહી. તેને ફરી પોતાનું સૌભાગ્ય અને સત્તા સાંભળવાની ઈચ્છા થઈ. તેણે પૂછ્યું: "હૈં ધનિયા ! મને આજે પરણાવી હોત તો ?”