લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ખેમી


“ અરે હું નથી જોતો કોઈની માએ સવાશેર સૂંઠ ખાધી હોય તે તને પરણે, તને ગમે ત્યાંથી ઉપાડી જાત. ”

ખેમીએ કહ્યું: "લે રાખ્ય રાખ્ય. એવું અભિમાન ન કર્ય્. આ દુનિયામાં શેરને સાથે સવાશેર પડ્યા છે."

એટલામાં નાતમાં કોલાહલ થયો. એક કૂતરું અંદર પેસી ગયેલું તેણે એક ભાણું અભડાવ્યું અને તેને માર મારીને બહાર કાઢ્યું. શેઠ ચીડાયા. તેણે ઘાંયજાને ખૂબ ધમકાવ્યો. ઘાંયજાએ ભંગીનો વાંક કાઢ્યો, અને શેઠની બધી રીસ ભંગી ઉપર ઊતરી. “ પોતે મોટા ગવંડર થઈને બેઠા છે, હાથમાં બીડી લઈને, અને કૂતરાં હંકાતાં નથી. ઊઠો અહીંથી, હરામજાદીનાં....…." તેણે એક માત્ર મારવું બાકી રાખ્યું.

ધનિયા-ખેમીને ઘણું જ માઠું લાગ્યું. તેમના રંગમાં ભંગ પડ્યો. તેમનો બધો ઉલ્લાસ ઊડી ગયો, બન્ને કશું બોલ્યા વિના ઊઠી ચાલવા માંડ્યાં. ક્યાં જવું એ નક્કી નહોતું, પણ ખેમી, સ્વાભાવિક રીતે, કંઇક મનને વિનોદ મળે તેવાં દૃશ્યો તરફ જવાની પ્રેરણાથી રીચીરોડ ઉપર ચાલવા લાગી. ધનિયાને વધારે માઠું લાગ્યું હતું, ખેમી તેને આશ્વાસન આપવા લાગી. ધનિયાથી ત્યાં ન બોલાયું તે આટલી વારે અહીં બોલ્યો: "કૂતરાં હાંકવાનું કામ તેા ઘાંયજાનું હતું, તેમાં મારા પર શા સારુ આટલાં વાનાં કર્યા ?" વળી ખેમીએ આશ્વાસન આપ્યું. ધનિયાએ તેના મનમાં જે ખરું દુઃખ હતું તે કહ્યું: "બીજું કાંઈ નહિ. તારા દેખતાં એ એવું બોલી ગયો એ મારાથી નથી ખમાતું.”

ખેમી ઊંડા વિચારમાં પડી ગઈ. પોતે ધનિયાને વાતે ચઢાવ્યો, અને વધારે અપમાન ધનિયાનું થયું અને અન્યાય એને

૧૬૩