લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દ્વિરેફની વાતો


“હરામખેાર પાછી મને સમજાવવા આવે છે ! ઉપરીનું અપમાન કરે છે? અમે અમારા ઉપરીનું માન રાખીએ છીએ તે જોતી નથી ? સામો જવાબ આપે છે?"

“ પણ ભાઈશાબ..."

“ બસ કર, હવે બકબકાટ ન કર. અમારે બીજું કામ છે. આમાં અંગૂઠો પાડી આપ એટલે પગાર આપું. ” તેણે પાસેના ઓટલા પર પત્રક મૂક્યું. પહેલાં મંગીએ અંગૂઠો પાડી આપ્યો એટલે તેણે ખેમીને અંગૂઠો પાડવા કહ્યું.

"પહેલાં મને પગાર આપો, પછી અંગૂઠો પાડું. ”

"શું તું શાહુકાર અને સરકાર ચોર ? સરકારી નિયમ પ્રમાણે થશે. પહેલાં અંગૂYજો આપ પછી પગાર મળશે."

“ ત્યારે લા આ અંગૂઠો ” કહી અંગૂઠો પરશોતમને બતાવી ખેમીએ અંગૂઠો પાડી આપ્યો. પરશોતમે એ જોયું ખરું, પણ તેને આ ચીડાવાનો સમય નહોયો. બન્નેના પગારમાંથી અરધો અરધો રૂપિયો કાપી બાકીના સાડાનવ નવ રૂપિયા તેણે નીચે નાખ્યા. મંગીએ પોતાના પૈસા લઇ લીધા. ખેમીએ કહ્યુંઃ “ મને પૂરા પૈસા આપો તા લઇશ, નહિં તો નહિ લઉં.”

"ન લે તા ભલે પડયા ભોંય પર. હું તો જાઉં છું." તે ચાલવા જતો હયો ત્યાં લ્હ્ર્મીએ લાંબે સાવરણા સામી ભીંતે અડકાડી તેનો રસ્તો રોક્યો: “એમ તે કેમ જવાશે ? ”

એટલામાં બીજા જિલ્લાનાં ભંગી આવ્યાં. પરશોતમે જોયું કે ખેમી સાથે પોતે ફાવશે નહિ અને બીજાં ભંગી આગળ તે હલકો પડશે. તેણે ટૂંકું કરવા કહ્યું: “ લે તારા પૈસા. પેલો અરધો પાછો લાવ."

૧૬૮