લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દ્વિરેફની વાતો


ધનિયા અને ખેમીના પહેલા ત્રણ દિવસ અકથ્ય આનદમાં અને ખાવાપીવામાં ગયા. ચોથે દિવસે રાત્રે ધનિચેા અને ખેમી વાતો કરવા બેઠાં. નડિયાદમાં ખેમી કેમ રહેતી, તેનાં ગીતો, તેની બીજા ભંગીઓ સાથેની ગંમતો બધું સાંભળીને ધનિયો બોલ્યો: “ ખેમી, તું કઠણ હૈયાની તો ખરી હો મને અહીં ગમતું નહોતું ને તું ત્યાં મજા કરતી હતી. ”

“ મને ય ગમતું નહોતું, પણ તું બોલાવ્ય નહિ ત્યાં સુધી મારાથી કેમ અવાય ?"

"હું તને શી રીતે બોલાવું ? મારો ગુનો થઈ ગયો તે મારા પગ ભારે થઈ ગયા. મારી માને કહેતો પણ એ કહે 'એક બે દિમાં આવશે. કેટલાક દિ રહેશે.’ પણ તું વટનો કટકો !"

“ તારા ગુનો, તો તારે બોલાવવી જોઈએ ના !"

"પણ ભદ્રકાળી માતાનું સાચ ભારે. ”

“ એમ કેમ?"

"જો પહેલાં રામદે પીરની માનતા માની તોય તું ન આવી. પછી દરખશા માતાની માની, ઝાંપડી માતાની માની તોય તું ન આવી. પછી ભદ્રકાળીની માનતા માની. ઘેર ગયો ત્યારે મારી મા કહેઃ "અલ્યા ધનિયા, તું બહુ સૂકાતો જાછ. લે તને બીજી પરણાવું." મેં કહ્યું: "મારે બીજી નથી પરણવી. મારે તો ખેમી આવે તો હા નહિ તો ના." પછી મારી મા તને તેડવા આવી.

“મેં ય કેટલી માનતાઓ માની ત્યારે તારી મા મને બોલાવવા આવી."

૧૭૦