પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
२२


લાયક નિંદા માટે બહુ સાવધાનીથી, લુચ્ચાઈથી બધાં કામો કરવાની. આ બન્ને દૃષ્ટિઓના સંઘર્ષમાંથી આ વાર્તાનો બનાવ જન્મે છે. એક બાજુએ પ્રથમ દૃષ્ટિવાળો વાર્તાનો જુવાન નાયક અને બીજી બાજુએ ધંધામાંથી નિવૃત્ત થએલો વકીલ, અને પોતાનો વેપાર ચલાવતા વેપારી આદિ બીજી દૃષ્ટિવાળા. આ બન્ને બાજુનાં સ્વભાવિનરૂપણો સ્પષ્ટ અને સચોટ છે; અને આ સ્વભાવનિરૂપણ વર્ણનદ્વારા નજિ પણ બધા પરસ્પર સભામાં મળતાં એક બીજા સાથે જે વાતચીત કરે છે તે ઉપરથી ફલિત કર્યું છે. આવા સંઘર્ષણનું પરિણામ એ આવે છે, કે જુવાન દૃષ્ટિને ગામ છેાડી જતા રહેવું પડે છે; અને સ્થિતિચુસ્તો કાંઇ પણ કર્યા વિના સ્થિર રહે છે !

આખી વાતમાં ઠેકાણે ઠેકાણે સોપદંશ હાસ્ય દેખાઇ આવે છે અને છેવટનું વર્ણન હાસ્ય ઉત્પન્ન કરે છે, છતાં એમાં ગુસ્સો, તિરસ્કાર અને છેવટે એક જાતની દિલગીરી પણ ભળ્યા વિના રહેતાં નથી. ગદ્યશૈલીના અસરકારક નમૂના તરીકે પણ તે વાંચવા જેવો છેઃ

“ ચડીસર ગામ તા માસ્તરના જવાથી અપૂર્વ હર્ષ અને ઉત્સાહમાં આવી ગયું. માસ્તર લુચ્ચા હતા, વિરમગામ કાઠિયાવાડમાં નપી છતાં તે કાઠિયાવાડી હતા, કાઠિયાવાડીઓ લુચ્ચા હોય છે, માસ્તર પહેલેથી જ મહેરાનપુરના વેપારી સાથે રહેવાની પેરવી કરતા હતા, તેમણે નિશાળને પાયમાલ કરવાને માટે સહકારીઓ જોડે ખટપટ કરેલી : એમ સમિતિના સભ્યોને મન સિદ્ધ થઇ ગયું; અસહકારીઓ લુચ્ચા છે, સ્વાર્થી છે, તેમનામાં કોઇ સારો માણ્સ ટકી શકવાનો નથી, એક અસહકારી માસ્તરે ખોટું સર્ફિફિકેટ મેળવ્યું, એમ સહકારીઓને મન સિદ્ધ થઈ ગયું. ઉત્સાહ એટલો વધી પડ્યો કે બન્ને પક્ષે બે સ્થાનિક અઠવાડિકો કાઢવાનો તે જ દિવસે નિશ્ચય કર્યો.
"કોઇ માનવ હીણૉ છે, નીચ છે, એવા ભાનથી નિષ્પન્ન થતો