પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
२६


માનવજાતના સામાજિક જીવનમાં કુદરતના ક્રમથી કે કોપથી કોઇ કાઈ વિલક્ષણ આકૃતિઓ અને પ્રકૃતિઓ હયાતીમાં આવે છે તેનું વર્ણન વાંચવા જેવું છે:

“ તે તેની તે જ હરિ કે વાલી કે તેજી હતી. તેના સામું જોતાં ડૉ. ભીડેને પણ જુગુપ્સા થઇ. એના મનમાં શા વિચાર ચાલતા હતા તે અમે કોઈ કળી શક્યા નહિ. તેની માંજરી આંખોમાં સાપોલિયાં રમતાં હતાં, તેની સામે જોતાં અમારા મનમાં કોઇ અકથ્ય અભાવ વધતો જ ગયો. ત્યાંથી જતા રહેવાની અમને ઇચ્છા થતી હતી અને છતાં તેના તરફથી અમે નજર ખસેડી શકતા નહોતા.
“ આખે રસ્તે અમે કોઇ એક શબ્દ પણ બોલી શક્યા નહિ. "

"સાચો સંવાદ” નર્મહાસથી ભરેલો, આજના કેળવાયેલા ગણાતા પણ ગૃહવ્યવહાર માટે તદ્દન નકામા પતિ અને સાધારણ કેળવણી પામેલી પણ કુશળ ‘ધરરખુ ગૃહિણી’ વચ્ચેનો સંવાદ છે. આ વાતમાં કોઇ બાહ્ય બનાવ નથી; બનાવ બમે છે તે પતિના મનમાં બને છે. વાત કરતાં જાત જાતની બડાશો માર્યા પછી પતિને સમજાય છે, કે પોતાને ‘કામનું કહેવાય’ એવું કાંઈ આવડતું નથી; અને એ રીતે એ સંવાદ સાચો ઠરે છે.

"સરકારી નોકરીની સફળતાનો ભેદ" એ સંસ્કૃત નાટયશાસ્ત્રમાં જેને ભાણ કહે છે તેની રીતે કહેલી વાર્તા છે.

હિંદુસમાજમાં અનેક રિવાજો, વિધિઓ જડ થઇ ગયા છે, તેમાં સજીવન વિવેક રહ્યો નથી અને છતાં રૂઢિપ્રિય હિંદુ તેને વળગી રહે છે. આ રિવાજોમાં પત્નીએ પતિ સાથે કેમ વર્તવું જોઇએ, એ રિવાજ વિલક્ષણ જાતની જડતા પામ્યો છે. પત્ની માટે પુરુષ માણસ નથી પણ દેવ છે અને એની સેવા જ કરવી જોઈએ—એ સતીત્વનો આદર્શ પામેલી કન્યા, આધુનિક કેળવણીના સંસ્કારવાળા મરજી વિના બીજ વર થયેલા પુરુષને