પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
२७

20 ગુંગળાવી નાખે છે અને છેવટે તેને એ સ્થિતિમાં લાવી મૂકે છે કે સરકારી તેકરીના યંત્રમાં રહી લખ લખ ફર્યાં જ કરવું એ જ એના માટે જીવનનું સારામાં સારું કામ રહે છે! આ બીજ વરનું લગ્નજીવન પ્રહસનની અતિશયતાથી દરેલું છે છતાં એની પાછળ એક સંસ્કારી આત્મા કેવી રીતે હેરાન થતા જાય છે એનું બહુ જ સુક્ષ્મ અને વાસ્તવિક દર્શન રહેલું છે. સારી વસ્તુ પણ મર્યાદામાં સારી લાગે છે. સતીની સેવાઓ પણ મર્યાદાસર હોય તો જ માફક આવે. આદિથી અંત સુધી હસવું ચાલ્યા જ કરે છે. જડ થઈ ગયેલા રિવાજની આટલી સમર્થ મશ્કરી જવલ્લે જ જોવા મળે છે ! ‘શા કળજગ છે ના ! ’–બાલવનની કથા છે, પણ બાળકા માટેની કથા છે એમ મને નથી લાગતું. નિર્દોષ ગણાતાં બાળકા નિર્દેષ રીતે સ્વાર્થી હાય છે અને નિયંત્રણ ન હોય તે માત્મ્યન્યાયની સ્થિતિ સ્વાભાવિક છે. તેનું હાસ્યભરેલું ચિત્ર છે! પશુ બાળકોના સ્વભાવ પાછળ કુટુંબ અને માબાપ છે. તેને વિચાર કરીએ તે આપણું કુટુંબજીવન કેટલા સાધારણ ધારણ ઉપર ચાલે છે તેના કરુણુ ખ્યાલ આવે. ખાલજીવનની આ વાર્તામાં પ્રત્યેક ાકરા અને છોકરીને સ્વભાવ કેટલી સુરેખ અને સરલ રીતે દર્શાવ્યા છે તે ખાસ ધ્યાનમાં લેવા જેવું છે. ‘ જક્ષણી ’ એ પ્રસન્ન દામ્પત્યનું ચિત્ર છે. આખી વાર્તા ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. પ્રથમ ભાગ પત્નીના મુખે કહેવાય છે, ખીન્ને ભાગ પતિના મુખે કહેવાય છે, અને ત્રીજો ભાગ ફરીથી પત્નીના મુખે કહેવાય છે. મિત્રના તેની ત્નીની સારવાર કરવા પોતે જવાનાં છે, એ ખીના પ્રથમ ભાગમાં પત્ની પતિને જણાવે છે, બીજા ભાગમાં પત્ની વિના એકલવા થઈ ગયેલા પતિ