પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
३७


એટલે પ્રાસાદની ટોચેથી શેરીમાં ફરનાર માણસોને જોનાર વ્યક્તિ એવો અર્થ થતા હોય તા આ વાર્તાનો લેખક ફિલિસૂફ્ નથી !

પણ દ્વિરેફે મોટી ભૂલ એ કરી છે કે રામનારાયણ પાઠકના તખલ્લુસથી તેમણે 'પ્રમાણશાસ્ત્ર પ્રવેશિક!' લખી છે અને લોકોને સમજતાં તકલીફ પડે એવા લેખો લખ્યા છે !

પ્રથમ આવૃત્તિ વંળાએ જે કામ કરવાની હિંમત ના ચાલી તે કરવાની બીજી આવૃત્તિમાં મેં ધૃષ્ટતા કરી છે ! દ્વિરેફની વાતોને જે આદર મળ્યો છે, તેનાં જે વિવેચન થયાં છે તે ઉપરથી મારા કેટલાક મતોને સમર્થન મળ્યું છે. તેથી જ આ ધૃષ્ટતા કરવા પ્રેરાઉં છું. વળી દ્વિરેફ જેલમાં હતા ત્યારે આ આજ્ઞા કરેલી એટલે પણ માનવી પડી. જેલમાં જઇ આવેલા માણસને એક વિરલ સત્તા મળે છે!

પણ સૌથી આશ્ચર્યકારક વાત તો એ છે, કે આ ઉપોદ્‌ધાત લખાવીને દ્વિરેફે પ્રણાલિકાભંગ કર્યો છે. ઉપોદ્‌ઘાત હમેશાં વધારે વયોવૃદ્ધ, વધારે પ્રતિષ્ઠિત, વધારે વિદ્વાન વડીલોના હાથે લખાવવાનો રિવાજ છે. હું આ દરેક બાબતમાં દ્વિરેફ કરતાં નાનો છું, અને છતાં તેઓએ મને ઉપોદ્‌ઘાત લખવા કહ્યું !

પણ આમાં જ દ્વિરેફના સ્વભાવની એક વિશેષતા છે.

આ વાર્તાના સંગ્રહનોના ઉપોદ્‌ઘાત લખવાની મારી એક લાયકાત છે તે હું નમ્ર અભમાનથી સ્વીકારું છું. આ વાતો રચાતી ત્યારે હું તેનો અનેક વાર સાક્ષી હતો, અમુક વિષય વાત બને તે પહેલાં મેં અનેક વાર જાણ્યો હતો, અમુક બાબત