લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.







જીવને રસ વાર્તાનો, ને વાર્તામાં રહસ્ય તું
દેખતી જીવન કેરું, તે વળી નવજીવન
જીવવા ઇચ્છતી, તો યે, નિજ જીવનની કથા
અધૂરી મૂકીને ચાલી; નિસ્પૃહી રહી સર્વદા
મારું આતિથ્ય ટૂંકું એ, નહિ સ્વીકારવા રહી.
તો અર્પું, સવિતા બ્હેન ! કલા યુક્ત વિહીન વા,
મારી વાર્તા, લહી એમ તહીંથી એ સ્વીકારજે,
ને સ્વીકારી પૂર્વ પેઠે, રે'જે આશિષ આપતી.