પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે




રજનું ગજ

શીશી ઉપર નામ વાંચી ખાટલામાં સૂતાં સૂતાં દરદીએ કહ્યું: “ એ જુવારી ? ચે ક્યા કિયા તુંમને? કિસકા નામ લિખાયા ?

જોહારમલ અને બ્રિજકિશોર એ બે સાંધાવાળાનાં પુરબિયાં નામો આ વિરમગામના પાટીદારોને અધરાં પડતાં હતાં તેથી, અને પરદેશમાં મશ્કરી કરવા થાય તેથી, કુટુંબમાં તેમને જુવાર બાજરી કહેતા. જુવારીએ જવાબ આપ્યો: “સાબ, મેં તો આપણા નામ ભૂલ ગયા ઈસસે બાબુજીકા નામ લિખાયા. ઇસ વજેસે કુછ નુકસાન નહિં હોગા. હકીકત બરાબર કી હૈ.

"કેમ ભાઈ, શું થયું? " કહેતો એક જુવાન ઘરમાંથી બહાર નીકળ્યો.

“આ તારા જુવારીએ ડૉક્ટરને ત્યાં મારે બદલે તારું નામ લખાવ્યું. આખો દેશ જ બેવકૂફ છે.

બન્ને ભાઈઓ ખૂબ હસ્યા. નાનાએ કહ્યું: ‘એ જુવાર બાજરીમાં જુવાર બાજરી જેટલી ચે અક્કલ નથી.