લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
રજનું ગજ


રમણલાલના જ કેસ નીચે એ વખત ટૂંટિયા માટે દવા લીધેલી એ જાણવામાં આવ્યું. પણ તે કોણ માને ? અને હવે મનાવીને ચે શું ?

ચંડીસર ગામ તેા માસ્તરના જવાથી અપૂર્વ હર્ષ અને ઉત્સાહમાં આવી ગયું. માસ્તર લુચ્ચા હતા, વિરમગામ કાઢિયાવાડમાં નથી છતાં તે કાઠિયાવાડી હતા, કાઠિયાવાડીઓ લુચ્ચા હાય છે, માસ્તર પહેલેથી જ મહેરાનપુરના વેપારીઓ સાથે રહેવાની પેરવી કરતા હતા, તેમણે નિશાળને પાયમાલ કરવાને માટે સહકારીઓ જોડે ખટપટ કરેલીઃ એમ સમિતિના સભ્યોને મન સિદ્ધ થઈ ગયું; અસહકારીઓ લુચ્ચા છે, સ્વાર્થી છે, તેમનામાં કોઈ સારો માણસ ટકી શકવાનો નથી, એક અસહકારી માસ્તરે ખાટું સર્ટિફિકેટ મેળવ્યું, એમ અસહકારીઓને મન સિદ્ધ થઈ ગયું. ઉત્સાહ એટલો વધી પડ્યો કે બન્ને પક્ષે બે સ્થાનિક અઠવાડિકો કાઢવાનો તે જ દિવસે નિશ્ચય કર્યો.

કોઈ માનવ હીણો છે, નીચ છે, એવા ભાનથી નિષ્પન્ન થતેા પરમ રસ, જે કવિઓએ અનુભવ્યો નથી કે ઓળખ્યો નથી, તે રસમાં આજે આખું ગામ નાહી રહ્યું છે. માનવજીવનને સુલભ એ જ મહાન રસ છે!!!

૧૭