પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સાચી વારતા


માંસમજ્જાનું બનેલું છે એવા જ્ઞાનથી વૈરાગ્ય આવે છે એમ શાસ્ત્રોમાં કહ્યું છે તે ડૉકટરે ખોટું પાડયું.

મી. સેંધા [અંગ્રેજીમાં] “ રહેવા દો ને. મોં ઉધાડશે તો કદાચ કદરૂપું નીકળશે તો બેસવું ભારે થઈ પડશે. એ કરતાં આ જ ઠીક છે."

મી. પેસ્તનજી: “ આ મી. કેશવલાલ આપણને થર્ડ ક્લાસમાં લઈ આવ્યા છે. મૂળ ગુનો એમનો છે. માટે એમણે હવે વારતા કહેવી જોઇએ."

મી. સેંધા અને ભિડે: "હા. હા...”

મેં કહ્યું: “ ભલે. ”

મી. ભિડે : "પણ પંતુજી જેવી નહિ. અંદર બેરીઓ આવવી જોઇએ.”

"કબૂલ." મેં શરૂ કર્યું.

“ મારે મી. વિજયરાયની સાથે તકરાર થઇ એટલે એમણે ખટપટ કરી મારી બદલી ભાંડરવા વિભાગમાં કરાવી. આ વિભાગ એટલો જંગલી છે કે અમે એને કાળું પાણી જ કહીએ છીએ. મારે ત્યાં મી. હેરિસનની સાથે ઓળખાણ થઇ એટલે ઊલટો ફાયદો થયો. એ વખતે મી. હેરિસન આસિસ્ટન્ટની જગા ઉપર હતા. અત્યારે તો એ બહુ હોશિયાર ઑફિસર ગણાય છે. પણ તે વખતે તો નવાસવા હતા. ચોવીસેક વરસના હતા. શિકારના શોખીન, એટલે એ બાજુ કેંપ કરવો એમને બહુ ગમતો. આખો દિવસ શિકારમાં ફર્યાં કરે અને સાંજે આવી કારકૂન કહે ત્યાં બિલાડાં ચીતરી આપે. પણ સેશન્સ કેસ આવે ત્યારે નછૂટકે આખો દિવસ કામ કરવું પડે. એવો એક સેશન્સ

૨૩