પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દ્વિરેફની વાતો


કેસ આવ્યો હતેા. એસેસરમાં મને અને તેલગઢના એક વાણિયાને બોલાવ્યો હતો. અમે ગયા અને બરાબર ૧૧ વાગે કૈસ શરૂ થયો.

“ તહેામતદારમાં બે બાઇઓ ધુધટા તાણીને બેઠેલી હતી. એકે કાળો સાળુ પહેરેલો હતો અને આધેડ દેખાતી હતી. બીજીએ લાલ સાળુ પહેરેલો હતો અને જુવાન દેખાતી હતી. કેસમાં સાક્ષીઓ ઘણા થોડા હતા. પહેલાં મંજીરગઢના પોલીસ કૉન્સ્ટેબલની જુબાની લેવાઈ. તેણે કહ્યું: ‘મરનાર કેશરીસિંહ વજેસિંહને ઓળખું છું. તેનું ઘર ગામ બહાર થોડે દૂર ગામથી ઇશાન ખૂણામાં આવ્યું. મારા થાણાથી તે ત્રણસેં ડગલાં દૂર થાય.—અહીં તેણે ગામનો, થાણાનો અને મૈયતના ઘરનો નકશો રજૂ કર્યો—ગુનાની તારીખે હું થાણા પર હતો. રાત્રે ૯-૧૦ વાગે મરનારના ઘરમાંથી મેં એકદમ ચીસ સાંભળી. ચીસ તહેામતદાર નં. ૨ બાઇ હરિની હતી. 'દોડો રે દોડો મારી નાખ્યા ’ એવી ચીસ હતી. તે ઉપરથી હું દોડ્યો. ઘરમાં જઇને જોઉં છું તો મરનાર બેભાન અવસ્થામાં તેના ઘરમાં પડેલો હતો. બાઇ હિર ચીસ પાડી રડતી હતી. બાઇ રૂખી હેબકાઇ ગયેલી બેઠી હતી. બાઈ રૂખી મરનારની જૂની ઓરત થાય અને બાઈ હરિ તેની નવી ઓરત થાય. મરનારને તેની જૂની એારત સાથે બનતું નહોતું તેથી તેને બાર મહિને દસ રૂપિયા આપવા કરી જુદી કાઢી હતી. ’

કોર્ટઃ “ કયારથી અણબનાવ હતે અને ક્યારથી જુદી કાઢી હતી?

જવાબઃ “ અઢી વર્ષ ઉપર કેશરીસિંહ આ નવી બૈરી હિરને લઈ આવ્યો ત્યારથી તેને જુદી કાઢી હતી."

૨૪