પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સાચી વારતા.

સાચી વારતા મી. સુધા : “ એ તે। દરેક કેસમાં કંઈક તે સમજ્યા વિનાનું રહી જ જાય. પણ મારા અઢાર વરસના અનુભવથી કહું છું. કે ખુની તે ખાઈ રૂખી જ છે. હું તો એમ બેસતું કરું કે ડોક્ટર અને ઈન્સ્પેકટર ખાઇ હિરપર નવા કેસ કરવા ગયા તેમાં કામ્યા નહિ. તેથી જ નાસી ગયા. ધારી નસ કપાયા પછી તે કાઈ જીવે ખરું !

મેં કહ્યું : “ પણ ત્રણ દિવસ છબ્યા તેનું શું ? પણ એ જવા દે. મારી વારતા આ ળ ચલાવું. બાઈ રૂખીને જવાબ લીધા. તે અતિશય મૂઢ હતી. તેને પૂછતાં તેણે એટલું જ કહ્યું કે અવાજ થવાથી હું ગઈ ને ખારણું ઉબડાન્યું તો મરનાર ઘાયલ પડેલા હતા. ધરમાં નવી સિવાય કોઇ નહોતું. નવીએ ખેડું આળ ચઢાવ્યું છે. કાણે માર્યો તે મને ખબર નથી. મને પોલીસે પકડી. હું કાંઇ જાણતી નથી. હું મરનારથી ત્રણેક વરસથી જુદી રહું છું. મારે નવી સાથે કાંઇ પણ અણબનાવ નથી. મને નાતરું દીધું નહોતું. ‘હવે તા હકીકત ઘણી જ ગૂંચવાઈ, હવે નવી શું કહે છે તે સાંભળવા કાર્ય અને અમે સધળા ઘણા જ આતુર થઈ રહ્યા. “નવીને મેઢું ખાલવાનું કહ્યું પણ તેણે ખેાલવાને બદલે ઊલટું રોવા માંડયું. કાર્ટ મૂઝાઇ. મેં કહ્યું કે એ તે બધી સ્ત્રીએ! જુબાની આપતાં પહેલાં આમ જ કરે. આપ પોલીસને કહે તેને મનાવે અને એટલામાં ફાંઈ કાગળામાં સહી કરવી હાય તા કરી લે. કાર્ટે શિરસ્તેદારની સામું જોયું. શિરસ્તેદારે કહ્યું કે એક કાચી કદના કદી છે તેને ૨૪ કલાક થઈ ગયા છે અને પાછા પોલીસ જાપ્તામાં સોંપવાના છે તેની રજુઆત

કરવાની છે.

૨૯