દ્વિરેફની વાતા એવી જ રીતે હું જવાબ આપી શકું તે કરતાં વધારે ઝડપથી પ્રશ્ન પૂછે છે. મેં કહ્યું : “ કાંઈ જઈ આત્મ્યા નથી. “ ત્યારે વિચારશૅના કરી છે? ' પરમ દિવસ સ્ત્રીકેળવણી સંબંધી સભામાં ગયા હતા ત્યાં મિ. પ્રમાણિકે કહ્યું કે આપણી સ્ત્રીએ હજારે એક પણ ભણેલી નથી અને હું વિચાર કરતા હતા કે " "} “ તુછ હું ભણી નહિ ! હવે તમારે વધારે કહેવાની જરૂર નથી. હું બધું સમજી ગઈ. દર વરસની પેઠે મિ. બ્રાઉનિંગ અને મિસિસ બ્રાઉનિંગના દાખલા તેમણે આ વખત પણ આપ્યા હતા કે નહિ ? " મેં વધારે કહેવું છેાડી દીધું. વાંચવા લખવા ઉપરાંત જરા પણ વધારે ન ભણવાની, સંસ્કૃત અને અંગ્રેજી કાવ્યસાહિત્ય સમજી મારા રસાપભાગમાં ભાગીદાર થવાય એવું જરાય ન ભણવાની તેની રફ એટલી જમરી હતી કે એ સંબંધી વધારે કહ્યા વિના મેં નીચું વ્હે' દાળ માગી. . દાળ આપતાં આપતાં તેણે કહ્યું: “ પુરુષો અમારા કરતાં એટલું બધું શું વધારે જાણે છે કે અમને શિખામણ દેતા આવે છે. એ જ મને સમજાતું નથી !
મેં કહ્યું : “શું નથી જાણતા એ કહે ને? ’’
“ ક્રમ તમને રાંધતાં આવડે છે? ’’ × “ એ તે માત્ર અભ્યાસનું કામ છે. ધીમે ધીમે શીખીએ તા તેમાં શું ન આવડે ? ”
“ આપણા હિંદુ ધરસસારના રિવાજ પ્રમાણે તમારે માથે