પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સાચો સંવાદ


રાંધવાનું આવે છે. આટલા વરસના અભ્યાસથી હજી તમને ગોળ રોટલી કરતાં નથી આવડતી ! અકળાઓ છો ત્યારે સ્વતંત્રતાની અને જૂના રિવાજો કાઢી નાખવાની વાત કરો છો. પણ મૂળ અણાઅવડત કબૂલ નથી કરતા."

મેં કહ્યું: “એ તો બધી ક્ષુદ્ર વાતો છે. પણ તમે વાંચો નહિં એટલે તમારામાં જ્ઞાન જ નથી હોતું."

“તે ગમે તેમ હોય. તમે કેળવણી વિશે ઘણું ચે વાંચ્યું છે છતાં તમે બાબુને રમાડી નથી શકતા અને તેને છાનો રાખી નથી શકતા."

"હું એ નથી કહેતો. તમે વાંચતાં નથી એટલે તમારું જીવન જ એટલું અપૂર્ણ રહે છે, પોલું રહે છે. દુનિયાની તમને કશી ખબર જ પડતી નથી."

"એ જ ખોટું છે. તમારું ચોપડીઓનું જ્ઞાન જ પોલું હોય છે. તમને મુસાફરી કરતાં પણ નથી આવડતી તો દુનિયાનું તમને શું જ્ઞાન હોય ? બોલો તમને પોટકું બાંધતાં આવડે છે? કોથળાનું મોં કેમ બાંધવું, કપડાં કેમ બાંધવાં, કપડામાં દાણા કેમ બાંધવા, પાણી કાઢવા લોટો કેમ બાંધવો, તેમાંથી કશું ય આવડે છે ? આ વસ્તુઓ મુસાફરી કરવાને, દુનિયા જાણવાને, જરૂરી છે કે નથી ?"

"એટલે કમ મુસાફરી પણ તમારા વિના અમે નહિ જ કરી શકતા હોઇએ ?"

"મુસાફરી કૈવી કરો છો તે મારાથી અજાણ્યું નથી. એકવાર હું સાથે હતી ત્યારે આપણા પોટકાને બદલે કોઈ સુતારનું પોટકું ઉપાડી લીધેલું તે યાદ છે? અંદરનાં હથિયારો વાગ્યાં તો ય તમને ખબર ન પડી કે આ આપણું ન હોય !”

૩૭