"એ બધી હલકી વાતો છે. હું તો કહું છું કે તમે લોકોને કલાનું ભાન જ હોતું નથી."
"સ્ત્રીમાં તો ડગલે ડગલે કલા છે. તમને તો રસોઈમાં મીઠું ઓછું પડ્યું હોય તો પણ પારખતાં નથી આવડતું અને ઓઢવા પહેરવાની કલા તો સ્ત્રીઓની જ છે એમ તમે એક દિવસ કહેતા હતા."
"તું ભણી નથી એટલે એમ કહે છે. કલા એટલે લલિત કલા. રાંધવું ઓઢવું એ તે કાંઇ કલા છે? "
"લલિત કલામાં નૃત્ય ગીત યો આવે જ ન! ! અમે સ્ત્રીઓ અનેક પ્રસંગે ગાઇએ છીએ, અજવાળી રાત દેખી ગરબી લઇએ છીએ, અને કોઈ ન મળે તો હું તો ઠાકરડીઓ સાથે પણ ગરબી લઇ શકું છું. તમે તમારા મિત્રો સાથે ગાઇ કે નાચી શકતા નથી, અને ઠાકરડા સાથે તો વાત પણ કરી શકતા નથી." i મેં હવે વિષય બદલવા કહ્યું: “ ભલે. પણ તું આટલી ડાહી તેના પર મારું સ્વામિત્વ તો છે ના ? વધારે અમારે શું જોઇએ."
"પણ તમે તો વળી એ પણ નથી રાખતા અને સ્ત્રીઓને સ્વતંત્રતા આપવા નીકળ્યા છો !"
“ એ અમારી ઉદારતા છે!"
"ના, એ ઉદારતા નથી. ઉદારતાથી કોઈ સ્વતંત્રતા આપે જ નહિ. પોતે સ્ત્રીઓ પર આટલા પરાધીન છો તે અમને શી સ્વતંત્રતા આપવાના હતા ? ”
"કેમ નહિ ? તમારાં કપડાં ઘરેણાં રીત રિવાજ ફરવું હરવું એ કશામાં હું આડો આવું છું?"