પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સરકારી નોકરીની સફળતાનો ભેદ.

સરકારી નારીની સફળતાના ભેદ વળી શું પૂછ્યું ? ‘ મૂર્છા શાથી આવી’ એમ ? કેમ તમે સમજ્યા નહિં કે તે સતી હતી. હા પણ એ હજી મેં નથી કહ્યું. તમે વચમાં નામ પૂછીને બગાડયું. મને પહેલેથી કહેવા દીધું હોત તે। તમે તમારી મેળે સમજત કે મૂર્ખ શાથી આવી? ધનતેરશને દિવસે તે સવારમાં આણે આવી. આપીને હું બેઠો હતો તે ઓરડીમાં મને બન્ને હાથ જોડી બહુ જ ભક્તિ- પૂર્વક પગે લાગી. મેં એમ માન્યું કે દિવાળીના તહેવારા છે તેથી કે પછી આ પહેલા મેળાપ છે. તેથી કાઈ સનાતની શિષ્ટાચાર પ્રમાણે વંદન કરતી હશે. રાત્રે સૂતી વખતે પાછી તે આવી અને કહ્યું: “સ્વામીનાથ’’ હું પ્રથમ તે ચમકયે.. પછી તરત મને અતિશય જુગુપ્સા, ધિક્કાર, ઘૃણા જેવું થયું. મને સમજાયું નહ કે હું કોના ઉપર શા માટે તિરસ્કાર કરું છું ? શું ‘સ્વામીનાથ' શબ્દ સંસ્કૃત વાડ્મયમાં વપરાતા નથી તેથી એમ થયું હશે ? પણ તેથી પણ વધારે ખેટા શબ્દો કદી નહિં સાંભળેલા સાંભળું છું અને આવું તે કદી થયું નથી ! શું કહ્યું ? ‘ તમે તે ધણી યે વાર એ શબ્દ સાંભળ્યું છે છતાં તમને કાંઇ નથી થયું’ એમ ? વારુ ક્યાં સાંભળ્યે છે? ‘ નાટકમાં' ? નાટકમાં તે મેં પણ સાંભળ્યેા છે. પણ એવું ઘણું છે જે નાટકમાં સારું દેખાતું હશે પણ તે ખરા અનુભવરૂપે તે। માથું ફેરવી નાખે છે. નાટકમાં જે જે સ્ત્રીઓના નાચ અને હાવભાવ ઉપર તમે એટલા આકરીન થાઓ છે! તે સ્ત્રીએ તમારી પાસે આવે તે તમે જરૂર નાસા. એવી સ્ત્રીઓ પાસે પુરુષ તરીકે એક માત્ર ઊભા રહેવા ખાતર જ

૪૭