પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


બે બોલ

વાર્તા લખવાની સ્વયંભૂ ઇચ્છા મને કદી થયેલી નહિ, તરંગો થયેલા પણ તે માત્ર તરંગો જ: સ્ફુટ ઈચ્છા નહિ. પણ માથે પડ્યું માણસ શું નથી કરતો ?

૧૯૨૨ ની આખરમાં કે ’૨૭ ની શરૂઆતમાં એક વિદ્યાર્થી-મિત્ર ‘કલ્લેાલ’ નામના હસ્તલિખિત સામયિક માટે મારી પાસે એક લેખ લેવા આવ્યા. માસિકમાં મારા પહેલાં એક અધ્યાપકે વાર્તા લખી હતી તે જોઈ મને પણ આવા ખાનગી માસિકમાં વાર્તા લખવાનું મન થયું. કેટલાંક વરસો પહેલાં ‘સ્ટ્રૅન્ડ મેગેઝિન’માં એક વાર્તા વાંચેલી તેના સંસ્કારો, ચિત્તશાસ્ત્રના એક બે નિયમો રૂપે મારા મનમાં હતા. એક તો એ કે કોઇ પણ કાર્ય એક માણસે કર્યા પછી ‘તે હું પણ કરી શકત’ એવો વિચાર લગભગ દરેક માણસને થવા લાગે છે; અને બીજો એ, કે એ વિચાર સેવાતાં એટલો દૃઢભૂમિ થાય છે કે ‘તે મેં જ કર્યું હતું’ એવો ભ્રમ તેમાંથી ઉત્પન્ન થાય છે. આ નિયમોને મૂર્ત રૂપ આપવા મેં એક નાની વાર્તા એ ભાઈને ઘસડી આપી. ‘વીણા' માટે ભાઈ યશવંત પંડ્યાએ મારી પાસે વાર્તાની માગણી કરતાં, ‘કલ્લોલ'માંથી નકલ કરી મંગાવી અને તેને જરા મઠારીને ‘વીણા’માં પ્રસિદ્ધ કરી. પ્રસિદ્ધિસમયના એક સાહિત્યયોજનાને લગતા વિવાદને અનુલક્ષીને એ લખાઈ છે એવો મત ચાલ્યો હતો, પણ તે માત્ર સમયનો અકસ્માત જ હતો.

વાર્તા લખવાનું, ‘યુગધર્મ’ ચાલતું હતું. ત્યારે ખરેખરું માથે આવ્યું. ‘યુગધર્મ’માં વાર્તાનું અંગ ઉમેરવાનો નિશ્ચય થયો ત્યારથી મેં વાર્તા લખવાનું શરૂ કર્યું. એ પ્રવૃત્તિ ‘યુગધર્મ’