પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨
દ્વિરેફની વાતો.


દેશમાં આવી છોકરા પછવાડે નીલ પરણાવી જવા, રાજારામને કાગળ લખ્યો.

આ કાગળ પહેલો સંતોકના હાથમાં આવ્યો. તેણે તે વસંત પાસે વંચાવ્યો. તેને પણ મોહન મરી ગયો એવો વહેમ તો હતો જ, પણ આ વાસનાની વાતથી તેને કાળ ચડ્યો ને તે સતત એટલી ઉશ્કેરાયેલી રહેતી કે ગમે તેની સાથે લડી લડીને ખપી જવા તે ગમે ત્યારે તૈયાર હતી. તેણે વસંત પાસે જવાબ લખાવ્યો : “મારા દીકરાને કોઈ કશું કહેશો નહિ. કોણ કહે છે એ મરી ગયો છે? ને નહિતર તો જયંતી જાણે છે તે એ કહે કે એણે એને માર્યો કે મરતો ભાળ્યો તો હું માનું. ને ભૂત થયો હોય તો અમારી પાસે આવે. અમે એની પ્રતિપાળ્ય કરશું. એમાં બીજાને શું?” જીવરામ કાગળ વાંચી ધુંઆંફુઆં થઈ ગયો. અનેક આક્ષેપોમાં અને અનિષ્ટોમાં તેણે છોકરીઓને ભણાવવાનો ઉમેરો કર્યો. તેણે ફરી સર્વજ્ઞની રીતે “ભૂત તો જે માને તેની પાસે જાય. નાસ્તિક પાસે જઈને શું કરે?” વગેરે કહી, એક કાગળ રાજારામની ઑફિસને સરનામે નાખ્યો. રાજારામે ઘેર આવી કાગળ વાંચી દેખાડ્યો ને સંતોકે પહેલા કાગળની બધી વાત સાચેસાચી કહી, પણ ગાંડા આવેશથી નીલ પરણાવવાનો વિરોધ કર્યો. રાજારામે શાંત રહી મોટાભાઈને શાંત રહેવા તે બે દિવસ રાહ જોવા લખ્યું, મંદવાડમાંથી ઊઠ્યા પછી જયંતીનું શરીર હજી વળ્યું નહોતું. હવે અત્યાર સુધીનાં રાજારામ વિરુદ્ધનાં સર્વ ધાર્મિક સત્યો સાબીત કરવા પોતાને ખરચે નીલ પરણાવવી એ એક જ ઉપાય રહ્યો. દયાએ નાતમાં બૈરાને કહ્યું : “ત્યાં જઈને બેઠો છે. અમે અહીં એનો વહેવાર સંભાળીએ છીએ તેનું કાંઈ નથી. એ તો બળ્યું પણ નીલ પરણાવવાની વાતે માનતો નથી. એને એટલુંય થાય છે કે આ જયંતી બેઠો હશે ને અવળે હાથે પાણી રેડશે તો ય છાંટો એને પહોંચશે ! બધાનું નિર્વંશ કાઢવા ઊભો થયો છે, મારા કોઈ પરભવનો દુશ્મન ! એમના જેવાં આપણાથી