પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦
દ્વિરેફની વાતો.

મહેમાનોની ખાતર તેમણે પીધો ને પીતાં પીતાં કહ્યું : “મારો કોલસો તો હવે કજળીને પૂરો થાય કે બળીને પૂરો થાય એ બધું જ એક છે.” હેમુ વળી કંઈ તરંગે ચડી ગયો. તે કહે, સરસ્વતી ચા પાય. સરસ્વતીએ તેને ચા પાયો, ને ઝવેરી કુટુંબ ઊઠતી વખતે હેમુએ ખાસ સરસ્વતી બહેનને “આવજો” કહ્યું. તે પછી સરસ્વતી ચારેક દિવસે એમને ત્યાં જઈ આવી. ત્યાં પણ હેમુએ તેની સાથે બહુ વહાલ કર્યું.

તે પછી આઠેક દિવસમાં નવી પીંજણ આવી. જમતાં જમતાં જગજીવને તે વાત કરીને સરસ્વતીને પૂછ્યું : “કેમ, આજે કેમ પીંજાય છે તે બતાવશો ?” સરસ્વતીએ હા કહી. જમી રહી આરામ કરી રહ્યા પછી જગજીવને માજીના એરડામાં આવી સરસ્વતીને કહ્યું : “કેમ, ચાલશું ?” સરસ્વતી હા કહી ચાલવા લાગી એટલે જગજીવને માજીને કહ્યું : “માજી, તમે પણ ચાલો”

“હું મારે કાંતું છું એટલું બસ છે. મારે પીંજવું નથી.”

“હું ક્યાં પીંજવાનું કહું છું?”

“ત્યારે શું કામ છે?”

“તમને લાગતું હતું ના, કે હું ક્યાંક એમની પાસે પીંજાવીશ. તે હું પીંજાવતો નથી તેનાં સાક્ષી થવા ચાલો.”

સરસ્વતીને આ આગ્રહ ન સમજાયો પણ માજી તરત ઊઠ્યાં અને સૌ પીંજવાના ઓરડામાં ગયાં. જગજીવને સરસ્વતીએ બતાવ્યા પ્રમાણે પીંજ્યું. તેને ઘડીમાં પીંજવાનું ફાવી ગયું. અને તેણે સરસ પૂણીઓ બનાવી કહ્યું: ‘લો, સરસ્વતી બહેન, જુઓ, તમારે ત્યાંના જેવી પૂણીઓ થઈ છે કે નહિ? લો, આપો માજીને; હવેથી માજી મારી જ પૂણીઓ કાંતશે.”

તે વખતે તરત સરસ્વતીને ન સમજાયું, પણુ થોડીવાર રહીને