પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૧
જગજીવનનું ધ્યેય

તેને સમજાયું કે જગજીવને સરસ્વતી સાથેના એકાન્તનો પ્રસંગ ટાળવા માજીને બોલાવેલાં, ધ્યેયને માટે પૂજ્યબુદ્ધિ રાખવી જોઈએ એમ તે માનતી હતી તેથી તેણે મનથી જગુભાઈ માટેને આદર વધાર્યો. એ આદરમાં જગુભાઈના અભ્યાસખંડને ઠીક ઠીક રાખવાનું કામ તેણે લઈ લીધું, અને વાંચનમાં પણ તેણે જગુભાઈને કંઈક ગુરુપદ આપ્યું. આ બધું કરવા જતાં, જગુભાઈના સિદ્ધાન્તોનો અમલ તેને કોઈ કોઈ વાર કફોડી સ્થિતિમાં નાંખી દેતો, એક બે વાર તો ત્રીજી વ્યક્તિ તરીકે માજી નહિ મળી શકવાથી ઘરના નોકરને જગુભાઈએ સરસ્વતી સાથે વાંચતાં, ખંડમાં કપાટો સાફ કરવા બોલાવ્યો.

સરસ્વતીને ઘણીવાર અજ્ઞાત રીતે આ વાતાવરણમાંથી છૂટવાની ઈચ્છા થતી, ત્યારે તે રતિભાઈને ઘેર જતી અને ત્યાં બે દિવસ રહી ફરી જગુભાઈ માટે આદર લઈ પાછી આવતી.

સરસ્વતીની તબિયત ધીમે ધીમે સુધરતી હતી. પણ એટલામાં ઓચિંતું તેના પર જરા જવાબદારીવાળું કામ આવી પડ્યું. તે એક દિવસ સાંઝના ચારેકને સુમારે રતિલાલ ઝવેરીને ત્યાં બેસવા ગઈ. પણ ત્યાં જઈને જુએ છે તો આખું ઘર આપત્તિમાં આવી પડેલું! એકાએક ઊજમની તબિયત બગડી ગઈ હતી, અને તેને ઇસ્પિતાલમાં મોકલવાની જરૂર પડી હતી. રતિલાલે માણસ મોકલી ઓળખીતાની મોટર મંગાવી હતી, તેને ધીમેથી દોરી કે લગભગ ઊંચકીને તે મોટરમાં બેસાડતો હતેતો અને આ બધી પરિસ્થિતિ સમજ્યા વિના પણ તેની ગંભીરતાની દહેશત ખાઈ હેમુ કલપાન્ત કરી રડતો હતો. રતિલાલે સરસ્વતીને જોઈ એકદમ કહ્યું : “હું ઊજમને ઇસ્પિતાલમાં મૂકી આવું છું. તમે હેમુને રાખો.” સરસ્વતી રોતા હેમુને લઈ ઘરમાં ચાલી ગઈ. રતિભાઈ હમણાં માને લઈને આવશે વગેરે સાન્ત્વન આપી, સાંઝે જમાડી, વાર્તા કહી, તે સુવરાવવા માંડી. રતિલાલને ઇસ્પિતાલમાં જરા રોકાણ થયું હતું. રાતના નવેક વાગે તે આવ્યો ત્યારે