પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૪
દ્વિરેફની વાતો.

તરત જ સરસ્વતી સામે જોઈ તેમણે પૂછ્યું : “કેમ, આમને પરણવાની ઈચ્છા થઈ છે?”

“આપના આશીર્વાદ હોય તો !”

“પણ હું શી રીતે આશીર્વાદ આપું ? તમે બે આવ્યાં ત્યારે મેં તેમને સ્પષ્ટ પ્રશ્ન પૂછ્યો ત્યારે તેમણે ધ્યેયની વાતો કહી, અને અત્યારે તું ચોખી થઈ ત્યારે મારા આશીર્વાદ લઈ પરણવાનો વિચાર કરે છે ! પ્રેમ હોય તો તે વખતે ન પરણે ? તારે પરણવું હોય તો પરણ, પણ બરાબર વિચાર કર.”

સરસ્વતી એકદમ ચમકી ગઈ. તેને પેલા અંગારાવાળું સ્વપ્ન યાદ આવ્યું. તે ભયવ્યાકુલ થઈ ગઈ.

“કેમ, શું કરવું છે ?”

“હમણાં તો તમારી પાસે રહીશ.”