પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૪
દ્વિરેફની વાતો


સોનૈયાને સંતાડતો હોય એમ ડોળ કરવા ખીસામાં હાથ રાખી, લૂંટારાને ઓળખતો ન હોય એવી રીતે પૂછ્યું, “ભાઈ, તમે ક્યાં જાઓ છો ? હું એકલો છું. મારે સંઘાત જોઇએ છે ને તહેરાન જવું છે.” પેલા લૂંટારાને લાગ્યું કે આજે આ લૂંટવાનો સારો લાગ મળ્યો છે. એણે કહ્યું, “મારે પણ તહેરાન જવું છે. અને મારો ઘોડો સારો છે. તમને વાંધો ન હોય તો મારી પાછળ બેસી જાઓ. એકથી બે ભલા.”

કમાલભાઈ તો હા ના કરતા, ખીસાંની અંદરનો માલ ખૂબ સાચવતા સાચવતા ઘોડા ઉપર જમાલની પાછળ બેસી ગયા. હવે આ જમાલની લૂંટવાની રીત એવી હતી કે રસ્તે વગડો આવે એટલે પોતાના ઘોડાને એક એવી ચાલ ચલાવે કે પાછળ બેસનાર જરૂર પડી જાય. વગડો આવ્યો એટલે એણે ઘોડાને એ ચાલે ચલાવવા માંડ્યો. કમાલ પાછળ બેઠેલો અને તેને તો પગમાં પેંગડાં પણ નહોતાં, એટલે તે તો પડું પડું થઈ ગયો. બીકમાં ને બીકમાં કહે, “અરે બેગ સાહેબ, ધીમે ચલાવો, હું હમણાં પડી જઈશ.” પણ બેગ સાહેબ શેના માટે? બેગ તો કહે, “જુઓ મિયાં સાહેબ, આ વગડો ભયંકર છે. એટલે ઘોડો બીએ છે, એટલે એ એમ જ ચાલશે. તમે ડરતા હો તો એમ કરો. બે હાથે કાંતો ઘોડાનું જીન ઝાલી રાખો, કાંતો મારી કેડ આસપાસ બન્ને હાથ રાખી મને ઝાલી રાખો. મેં ઘણાને આ રીતે બચાવી લીધા છે,” કમાલ સમજી ગયો કે આ ભાઈ સાહેબની લૂંટવાની આ રીત છે. પણ એને તો કશું લૂંટાવાનું હતું જ નહિ ! એટલે એણે જમાલબેગની કેડ આસપાસ હાથ વીંટી દીધા.

જમાલે “બીડીની બહુ તલપ લાગી છે, લાવો કાઢું” એમ કહો ચોકડું મોંમાં લઈ બે હાથ કમાલનાં ખીસાંમાં નાંખ્યા અને અંદર જોવા લાગ્યો. પણ તેને તરત ખબર પડી કે ખીસાંમાં તો ઠીંકરાં ભર્યાં છે. એટલે “અરે મિયાંસાહેબ, મેં ભૂલમાં તમારાં ખીસાંમાં હાથ નાંખ્યો કે શું ?” એમ કહી હાથ કાઢી લીધા. પણ