પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૭
મેહફિલે ફેસાનેગુયાન ઉર્ફે વાર્તાવિનોદ મંડળ.


હવે બાદશાહે તોહમતદારને કહ્યું : “આ ફરિયાદી તને તારે ગામથી અહીં સુધી વીસ ગાઉ લઈ આવ્યો, તારી પાસે તેનું ભાડું માગ્યું, તે ભાડું ન આપતાં મુક્કી મારી તેના દાંત પાડી નાંખ્યા, એવી તારી સામે ફરિયાદ છે. એટલે, આનો શો ખુલાસો કરે છે ?”

કમાલે જવાબ આપ્યો : “જહાંપનાહ, દાંત તો એણે ચોકડું મોંમાં રાખેલું અને ઘોડાને ઠેશ વાગી તેના આંચકામાં પડી ગયા છે. મે નથી પાડી નાંખ્યા. અને મને ઘોડા પર બેસાડ્યો ત્યારે તેણે મને મફત જ બેસાડેલો.”

જમાલ કહે : “જુઓ બાદશાહ બહાદુર ! કોઈ માણસ છતે હાથે ચોકડું મોંમાં લે? અને વીસ ગાઉ, નહિ ઓળખાણ નહિ પિછાન, શા સારુ હું લઈ આવું ?”

બાદશાહે કમાલને પૂછ્યું : “અલ્યા, એ મોંમાં ચોકડું શા સારુ ઘાલે? એને હાથ નહોતા ?”

કમાલે જવાબ આપ્યો : “બાદશાહ, એ એના બન્ને હાથથી મને લૂંટવા માટે ખીસાં તપાસતો હતો, અને એ દરમિયાન ઘોડાની ઠોકરથી એના દાંત પડી ગયા.”

જમાલે કહ્યું : “અયે આલમના બાદશાહ ! એની પાસે શું છે જે હું લૂંટી લેવાનો હતો ? જે માણસ મને મુસાફરીનું ભાડું પણ નથી આપતો એની પાસે લૂંટવાનું શું હોય ?”

આખો દરબાર વિચારમાં પડી ગયો. આ બે કાણામાંથી સાચું કોણ અને જૂઠું કોણ ? બાદશાહ પણ વિચારમાં પડી ગયા. તે એક બાજુથી બન્નેની વાતથી મૂંઝવણમાં પડી ગયો અને બીજી તરફથી આ બન્ને લુચ્ચા કેમ નવી નવી વાતો કરતા હતા તે જોઈ તેને મનમાં મનમાં ખૂબ હસવું આવતું હતું. તેણે કમાલને કહ્યું : “ભાઈ, એ તને લૂંટતો હતો તો તેની પાસેથી મુદ્દામાલ કાઢી બતાવ. અને